Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ-)
સાધુ વિવેકસાગરદાસ

સ્વામીશ્રીએ સારંગપુરમાં હોરીના દિવસે જ સરસ વાત કરેલી. સંતોએ કíર્તન ગાયું : 'પિયા પાયા તો ફિર ક્યા સોના.'
સ્વામીશ્રીએ કહ્યું : 'આપણને અખંડ જાગૃતિ રહે કે ભગવાન ભજવા જ આવ્યા છીએ. તો તેમાં આનંદનો, પ્રેમનો, કેફનો ઊભરો આવે ને તેને થાય કે કેમે કરીને આ વાત બધાને કહીએ ? કõવી રીતે દરેકને સમજાવીએ ?'
જેમ ભગતજીને પ્રેમની ખુમારી આવી ગયેલી. રંગ-રાગ બધું ભસ્મ કરી દíધેલું. 'ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર'ની વાતો ઉમંગથી કરતા. તેના માટે કેટલું કષ્ટ વેઠવું પડ્યું ! હેરાન થવું પડ્યું, પણ પાછë પડ્યા નહિ. તો એ હોરી સાચી કહેવાય. બાકí તો બધું નકામું.
તેથી પદમાં કહે છે :
'ના છિરકે ઐસો રંગ જ્યો રંગજો, રંગાયો નહિ ચિત્ત શ્યામ કõ સંગ.'
— ભગવાન સાથે ચિત્ત ન રંગાયું હોય તો આ બધા રંગનું શું કામ ? આવી ખુમારી તેમનાં પદùમાં જોવા મળે છે.
'જ્યા હોરી મેં હોત ન ભવ કો ભંગ.'
— આપણે ભવપાર ન થઈએ તો તે હોરી ખેલવાનો કોઈ અર્થ નથી. વળી મુક્તાનંદ સ્વામી કહે છે :
'સોઈ સંત સોં હોરી ખેલીએ, ભક્તિ ભજન દૃઢ હોય.'
— જેનામાં ભજન ને ભક્તિ દૃઢ હોય એવા સંત સાથે હોરી ખેલવાની.
કેટલી આધ્યાત્મિકતા મૂકí દíધી ઉત્સવોની અંદર ! આપણે ખાલી કૂદાકૂદ કરીને રંગ નાંખ્યો એવું નહિ. અને કહે છે :
'કનક કામિની કે દૃઢ ત્યાગી, પ્રભુ પદ પ્રીત અભંગ.'
આવા સંત સાથે હોરી ખેલવી. હોરી ખેલો એટલે શું ? તો એવા સંoતનો સમાગમ કરો. મુક્તાનંદ સ્વામી કહે છે કે તો બધા વિકારો ટળી જાય અને પ્રભુ સાથે અપાર પ્રીત વધે. આ પ્રકારની હોળીની વાત કરે છે.
એવી જ વાત અહીં શ્રીજીમહારાજ કહે છે.
વિ.સં. ૧૮૬૮માં જ્યારે શ્રીજીમહારાજ સારંગપુર પધાર્યા ને હોળીનો પ્રસંગ આવ્યો તેની વાત જોઈએ :
'પછí આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ,
તિયાં હરિજનને તેડëવ્યા, દશ વિશ સંત પણ આવ્યા.
પછí સુંદર આણ્યો સમાજ, રંગ કેસર રમવા કાજ,ï
તેલ ફૂલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ïન રાખી મણા.
સખા તાકí રહ્યા છે તૈયાર, જમે જીવન એેટલી વાર,
જ્યારે જમી લીધું છે જીવને, તિયાં આવીને ઘેરીયા જને,
લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ,
છëoટે રંગ ઊડõ છùળ્યું ઘણી, ચડí ગરદí ગુલાલ તણી,
રંગ સો રંગે રંગ્યા રંગીલો, રસ બસ થયા છે છબીલો,
પછí નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે.'
સંતો-ભક્તોનાં અંતર રંગાઈ ગયાં છે. બાઈઓ પણ મહારાજના પ્રસાદíના રંગે અંદરોઅંદર રંગાઈ ગઈ છે. વચ્ચે વંડí છે. તે સમયમાં મહારાજ પણ રંગમાં આવી ગયા. મહારાજને થયું કે 'આ હરિભક્તો મારા માટે આટલાં વર્ષોથી તન-મન-ધન ન્યોછëવર કરીને ફરી રહ્યા છે. તો આજે મારે તેમની પરીક્ષા લઈ લેવી છે. મારે એમને ફગવા આપવા છે.'
હોળીના દિવસે ધાણી, દાળિયા, ખજૂરના ફગવા આપવામાં આવે છે, આ લોકરિવાજ છે. લોકો આ દિવસે ફાગ ગાતા હોય છે, ફાગ ખેલતા હોય છે. અહીં લૌકિક ફગવાની વાત નથી કરતા.
આપણા સંતોએ ગાયું છે :
'કો ખેલે એસી ફાગ,
શ્યામ ચરણ તજી કરનો પડે, નિત ઘર ઘરમેં અનુરાગ.'
— આપણે એવા ફાગ ખેલવા નથી કે ભગવાનનાં ચરણને છùડí અને બીજી જગ્યાએ જવું પડે. અને આપણે એવા ફગવા માગવા નથી કે —
'ફગવા માગત કાöન ફીરે, અબ શ્વાન શુકર હોઈ કાગ.'
— કૂતરાં, કાગડë, ગધેડë_ બનીને આપણે ઘરોõઘર ફરવું નથી. જન્મોજન્મ ભટકવું નથી. આપણે કંïઈક જુદુ_ જ માગી લેવું છે. જુદુંï માગવાની અહીં તૈયારી થાય છે અને કહે છે કે —
'પ્રેમાનંદ મિલે અક્ષરપતિ, પૂરન હમારો ભાગ.'
ભગવાન પ્રાપ્ત થયા પછí માગવું શું ? એ બહુ મહત્ત્વનું હોય છે. આમ જુઓ તો ભગવાને વગર માગે આપણને ઘણું બધું આપ્યું છે. આપણે માગવા ગયા નથી. મોર ઉપર કલગી આપી, મોર માગવા નથી ગયો. ગુલાબને રૂપ આપ્યું, સાથે સુગંધ પણ આપી, તે માગવા નથી ગયું. આ બધાંને ભગવાને પોતપોતાનાં જે દાન આપ્યાં છે તેનાથી તેમને ખૂબ જ સંતોષ છે; પણ મનુષ્ય એક એવો છે કે એને સંતોષ જ નથી. એની માગણી કોઈ દિવસ પૂરી થતી નથી. જ્યારથી સમજણો થયો ત્યારથી તે માગ માગ જ કરવા માંડ્યો. ભગવાને તો ઘણું વગર માગે દíધું છે. ખાધેલું પચી જાય છે. હાથ, પગ, બુદ્ધિ આપી. કેટલું વગર માગે આપેલું છે !! પરંતુ તેને નથી તૃપ્તિ કે નથી કદર ! તેની હોળી એટલી બધી ભડકેલી રહે છે કે ગમે તેટલા હવિ સિંચો તો પણ સંતોષ થતો નથી.
'પ્રેમાનંદ કહે મિલે અક્ષરપતિ, પૂરન હમારે ભાગ.'
મહારાજ પોતે જ રાજી થઈ ગયેલા છે. પોતે સામેથી કહે છે કે 'મારે તમને ફગવા આપવા છે.'
બાઈ-હરિભક્તોને મહારાજ કહે છે :
'પછí નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે.'
બાઈઓ કહે :
'વારુ માગશું અમે મહારાજ, દેજો રાજી થઈ તમે રાજ.'
માગણીમાં બે ભાગ પડí ગયા છે. એક બાજુ સૌરાષ્ટ્રનાં બાઈ-હરિભક્તો હતાં, તેમને કોઈ દિવસ મહારાજની વિશિષ્ટ સેવા કરવાનો લાભ મળતો નહિ, કારણ કે ગુજરાતમાં તો ઘણી સાહ્યબી, સિદ્ધિઓ હોય એવું સૌરાષ્ટ્રમાં હોય નહિ. તેથી તેઓ વિચારે છે : 'મહારાજ સો સો રૂપિયા આપે તો તેમાંથી આપણે સારી વસ્તુઓ લાવીએ ને મહારાજને અર્પણ કરીએ.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |