Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ-)
સાધુ વિવેકસાગરદાસ

ઉત્સવપ્રિય મનુષ્યને ઉત્સવ વિના ક્યારેય ચાલતું નથી. ઉત્સવોના માધ્યમથી મનુષ્ય પોતાની વિકૃતિઓને પોષવા પ્રેરાય છે, એ પણ એટલું જ સત્ય છે. મનુષ્યની એ ઉત્સવપ્રિય પ્રકૃતિને ભક્તિમાં પરિવર્તિત કરવાનું અજોડ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણે કર્યું. તેઓએ પ્રત્યેક ઉત્સવનો એક વિશિષ્ટ મર્મ સમજાવ્યો અને તેમાં આધ્યાત્મિકતાનો ઉઘાડ કરી આપ્યો. દર વર્ષે રંગોત્સવો ઊજવીને તેઓએ તેના દ્વારા પણ એક આધ્યાત્મિક રંગની ઝડી વરસાવી. 'રંગ ભર સુંદર શ્યામ રમે...' પંક્તિ મુજબ તેઓની મનોરમ્ય છબિના સ્મરણ સાથે રંગોત્સવે ભગવાન સ્વામિનારાયણના એ આધ્યાત્મિક રંગની મર્મકથાને માણીએ...
उत्सवप्रियाः खलु मानवाः। મનુષ્યોને ઉત્સવ બહુ પ્રિય હોય છે. પહેલાના સમયમાં યજ્ઞોને ઉત્સવ કહેતા. લોકો ઉત્સવોમાં ભાગ લેતા. યજ્ઞો ખૂબ થતા. એ વખતે યજ્ઞોમાં પોતાના ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત કરવાની ભાવના મુખ્ય રહેતી.
લોકોને આનંદ મળે એટલા માટે ભગવાનના, સંતના, મહાપુરુષોના જન્મ દિવસો ને એની સાથે સાથે જે  ૠતુના પલટાઓ થાય તેના સંધિકાળના દિવસોમાં પણ ઉત્સવો થવા માંડ્યા ને ધીમે ધીમે આ ઉત્સવોએ લોકમેળાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. તેમાં અશ્લીલ ને બીભત્સ ભાવો પણ ભળવા માંડ્યા ને તેનો મૂળ હેતુ ચાલ્યો ગયો. ગોકળ આઠમને દિવસે જુગાર રમવા માંડ્યા. શિવરાત્રીમાં લોકો ભાંગ લસોટવા લાગ્યા. ગરબાઓમાં દેહભાવ ઊછળવા માંડ્યો. હોળીના ઉત્સવોમાં બીભત્સ ગાળો અને ચેનચાળા વધવા માંડ્યાં.
ભગવાન સ્વામિનારાયણે આ બધું જોયેલું. તેમણે વિચાર્યું કે આ ઉત્સવ તો બંધ નહિ કરી શકાય, પણ તેનું સ્વરૂપ બદલીએ. તેથી તેમણે સમૈયા કર્યા ને લોકોને કહ્યું કે આ બધા સમૈયા છે તેને મેળા ન સમજતા.
'જેમ લોક થાય છે ભેળા, તેમ સમજશો નહિ આ મેળા.'
સમૈયામાં કથાવાર્તા થાય, ભીડા વેઠવાનો આપણને અનુભવ થાય, દેશ દેશના હરિભક્તો આવ્યા હોય તેનાં દર્શન થાય. સમજણની દૃઢતા થાય, અરસપરસ એકબીજાનો મહિમા સમજાય. આ બધું સમૈયા દ્વારા પ્રાપ્ત થાય.
સાથે સાથે લોકોને આનંદ પણ પ્રાપ્ત થાય. મહારાજના સંબંધે, મર્યાદાની અંદર રહી જે આનંદ પ્રાપ્ત થાય તે કંïઈક જુદí જ પ્રકારનો હોય છે. આવા સમૈયા મહારાજના વખતમાં થતા. ભક્તિચતામણિમાં સાંભળશો તો વારે વારે હોળીનો ઉત્સવ આવે છે અને મહારાજ પણ રંગોત્સવમાં ખૂબ પ્રેમથી સંતો-હરિભક્તોને રંગતા.
શ્રીજીમહારાજ આ ઉત્સવો સાથે સાથે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં વિચરણ કર્યા કરતા, પણ તેમનો મુખ્ય હેતુ હતો જીવોના અનાદિ અજ્ઞાનનો નાશ કરીને પોતાના અક્ષરધામ જેવા અક્ષરરૂપ બનાવી તેમને પોતાની સેવામાં જોડí દેવા અને મુમુક્ષુઓને જીવનમુક્તિ અને વિદેહીમુક્તિ આપવી. એ હેતુ તેઓ ભૂલ્યા નથી. આ હેતુ સિદ્ધ કરવાનું તેમને તાન રહેતું. તેથી તેમની કથાવાર્તામાં આ જ ભાવ આવતો. એ હેતુ સિદ્ધ કરવામાં કામ, ક્રùધ, મોહ, માન, ઈર્ષ્યા, અહંકાર, રાગ-દ્વેષ વગેરે શત્રુઓ આપણને નડે છે. એટલે એ પણ કેમ દૂર થાય તેની વાતો પણ શ્રીજીમહારાજ હંમેશાં કરતા.
રંગોત્સવમાં સંતો રંગે રમતા અને હરિભક્તો રંગે રમતા. બાઈઓની જુદí વ્યવસ્થા આ સારંગપુરમાં જ કરેલી.
એક વખત મહારાજ રંગે રમતા હતા અને એક બહેને ગરમ રંગ લાવીને શ્રીજીમહારાજ પર રેડí દíધો. મહારાજે કહ્યું : 'આ કોઈ રમવાની રીત નથી. બાઈઓને ઉમંગ હોય તો જુદા રમે, પણ અમારી સાથે કે સંતો-હરિભક્તો સાથે રમવાનો સંકલ્પ જ કરવો નહિ.'
રાઠùડ ïધાધલના દરબારમાં એક વંડí છે. તેની એક બાજુ સંતો રંગે રમતા ને બાઈઓ માટે જુદù રંગ મોકલ્યો ને બહેનોને કહ્યું કે 'તમારે વંડíની બીજી બાજુ રમવાનું, પણ અમારી કોઈની સાથે તો નહિ જ.'
આવી એક મર્યાદા શ્રીજીમહારાજે સ્થાપેલી.
સંતોનાં બનાવેલાં પદùમાં પણ લૌકિક રંગ-રાગની વાતો આવતી જ નથી. એ સંતોના પદùમાં આવે છે :
'ના ખેલે ઐસી હોરી રે, હમ તો ના ખેલે ઐસી હોરી,
જ્યા હોરી મેં લાગી રહે, નિત આવાગમન કí દùરી.'
— મહારાજ ! અમે તમારી સાથે હોરી ખેલીએ છíએ પણ અમારે એવી હોરી નથી ખેલવી કે જેમાં જન્મ-મરણ ચાલુ જ રહે.
અને કહે છેï :
'સ્થાવર જoગમ સ્વાંગ ધરી ધરી, કાöન ફિરે ભવ બોરી.'
— ચોર્યાસી લાખના જે દેહો છે તે ધરવા નથી ને આવો સુંદર મનુષ્ય-દેહ મળ્યો છે તેને અલેખે લગાડવો નથી. એવા ભાવ પદùમાં આવે.
આપણને નવાઈ જેવું લાગે કે હોરી જેવા લોકોત્સવનાં પદùમાં આ ભાવ કેવી રીતે આવતો હશે ! પણ મહારાજની કથાવાર્તાનો આ મુખ્ય હેતુ બધાનાં અંતરમાં ગરી ગયેલો.
શ્રીજીમહારાજ જ્યારે પિચકારી લઈને રંગતા ત્યારે સંતો કહેતા :
'ના ડારે પિચકારી ઐસી ના ડારે પિચકારી,
ઐસી હોરી હમ ન ખેલે લોગ હસે દે તારી.'
— લોકો તાળીઓ દે એવી હોરી અમારે ખેલવી નથી.
વળી કહે છે :
'ના પિછતાવે ના લોક રિઝાવે, અપનો કાજ બિગારી.'
— અમારું કામ બગાડíને, લોકોને રીઝવીએ એવી ભક્તિ અમારે કરવી નથી.
ભક્તિમાં પણ મોટે ભાગે લોકો રાજી થાય તેવું જ થતું હોય છે. તેમાં તો પસ્તાવાનું જ હોય ! એમાં આપણું કામ બગડે. લોકો ખુશ થાય પણ તેમાં આપણું નિશાન ચુકાઈ જાય છે. એટલે કહે છે :
'પ્રેમાનંદ કહે વાસુદેવ કí ચડત નહીં પ્રેમ ખુમારી.'
— ભગવાનના પ્રેમની ખુમારી ન ચડે એ હોરીનો કોઈ અર્થ નથી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |