Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અષાઢી મેઘ સાથે અટલાદરામાં સ્વામીશ્રીની કૃપાવર્ષા

તા. ૧૯-૭-૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ બોચાસણથી વિદાય લઈ વડોદરામાં અટલાદરા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. સ્વામીશ્રીની સ્વાગત સભામાં ઊમટેલા હજારો હરિભક્તોએ સ્વામીશ્રીને ઉમળકાથી વધાવ્યા હતા. સ્વામીશ્રીના આગમન સાથે અહીં વરસાદ પણ માઝા મૂકીને વરસતો હતો. વરસતા વરસાદમાં સ્વામીશ્રીના દર્શન માટે પધારતા ભક્તોની ભકિતની ભિનાશ પણ સર્વત્ર ફેલાયેલી રહેતી. નિતનવા હિંડોળામાં ઠાકોરજીને ઝૂલાવતા સ્વામીશ્રી અને નાદુરસ્ત સ્વાસ્થ્ય વેળાએ સ્વામીશ્રીની વિશ્રામલીલાના દર્શન અટલાદરાના ભક્તોએ કર્યા હતા. નિત્ય યોજાતી સત્સંગ સભામાં વિવેકસાગર સ્વામીએ છાંદોગ્ય ઉપનિષદ્‌ ઉપર નિરૂપણ કરી જ્ઞાનસભર ઉપદેશ આપ્યો હતો. અહીં સંધ્યાસભામાં સ્વામીશ્રીએ વસાવેલી અમૃતવર્ષાનાં ચૂંટેલા બુંદ આપણે માણીએ...

  • ‡ 'સારું કાર્ય થોડું કરીએ, તો પણ એનો લાભ વધારે થાય છે. સારું કામ કરવાથી અંતરમાં શાંતિ થાય છે. સાથે એ કાર્યકેવા પ્રકારનું છે એ પણ મહત્ત્વનું છે. દરેકની સુખ-શાંતિ માટેનું કાર્ય જેટલું વધારે થાય એટલી સર્વ પ્રકારે શાંતિ થાય. એ કાર્ય કરવાનો વિચાર અને બળ સત્સંગ અને સંતોના સાંનિધ્યમાં પ્રાપ્ત થાય છે.'
  • જેની પાસે અબજો રૂપિયા હોય એ કરોડ રૂપિયાનો ચૅક લખી શકે, એમ જે અક્ષરબ્રહ્મ હોય તે જ અક્ષરધામનું પરમ સુખ આપે. એ વાત પમાડવા માટે જ શ્રીજીમહારાજ પોતાનની સાથે અક્ષરબ્રહ્મને લઈને આવ્યા છે.'
  • 'જ્યારે આપણને ભગવાનનો અને સત્સંગનો મહિમા સમજાય ત્યારે આપણો દેહભાવ ટળે છે. દેહભાવ ટળે એટલે શરીરની, વ્યાવહારિક, સાંસારિક મુશ્કેલીઓ આવે તો પણ આપણા મનને આનંદ રહે, દુઃખી ન થવાય. ક્યારેક દુઃખ આવી પડે તો ભગવાને આમ કેમ કર્યું, એવો પ્રશ્ન થાય. પણ એક જ દૃઢ રાખવાનું કે ભગવાન જે કરશે એ સારું જ છે. આપણી અંદર રહેલા રાગ, સ્વભાવ, અહં, અભાવ કાઢવા દુઃખ આવે છે. જો એમાં આપણે ભગવાન વિષેનો આશરો દૃઢ રાખીએ તો ગમે તેમ કરીને પણ ભગવાન આપણી રક્ષા કરી લે છે.'
 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |