Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીથલમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૨૨-૧૧-૨૦૦૮ થી તા. ૧૩-૧૨-૨૦૦૮ દરમ્યાન કોસંબા-તીથલના દરિયાકિનારે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન આસપાસનાં ગામો તેમજ દૂર-સુદૂરથી ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોએ સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીના હસ્તે 'ઘરસભા'; 'મૃત્યુંજયી નચિકેતા'; 'રટના સહજાનંદની'; 'કરિષ્યે વચનં તવ' તથા 'જેને ગુણે રીઝ્યા ગિરધારી' (અંગ્રેજી) પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જ્ઞાનવત્સલ સ્વામીએ તૈયાર કરેલ સ્વામીશ્રીના જીવન પર આધારિત 'સત્પુરુષ' નામનું એક સુંદર ફોટોગ્રાફિક આલબમનું ઉદ્‌ઘાટન ડૉક્ટર સ્વામીના હસ્તે થયું.
અહીંના સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન ઘનશ્યામ મહારાજની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવેરા, ગોરગામ, ઘેજ, કાંગવી, પીપલગભાણ, સુરખા વગેરે ગામનાં મંદિરોનો ખાતવિધિ પણ સ્વામીશ્રીના સાંનિધ્યમાં કરવામાં આવ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |

www.swaminarayan.org
Copyright © 1999-2011, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith.
All Rights Reserved.                              Privacy Policy   |  Terms & Conditions