Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં સ્વામીશ્રીનાં પાવન કરકમળો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠાવિધિ...

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી વિશ્વભરમાં બી.એ.પી.એસ. મંદિરોનાં નિર્માણ અને સત્સંગપ્રવૃત્તિની અભિવૃદ્ધિ થઈ રહી છે.
તાજેતરમાં આ અભિવૃદ્ધિના ફળસ્વરૂપે સ્વામીશ્રીએ સારંગપુર ખાતે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જૂનાગઢ ક્ષેત્રના લોઢવા, નડિયાદનાં મંજીપુરા-રોડપરા તથા કોટિયા ગામમાં રચાયેલાં નૂતન મંદિરોમાં બિરાજમાન થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી.
તા. ૧૭-૪-૦૯ના રોજ સ્વામીશ્રીએ ગોંડલ મંદિરના ગુરુશિખરના દેરાના ખાતવિધિ માટે લાવવામાં આવેલ શિલાઓ તથા નિધિકુંભનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
વળી, મોવિયા, જસદણ અને જેતપુરનાં નૂતન સંસ્કારધામોનો ખાતવિધિ પણ સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા સંપન્ન થયો હતો. જે તે ગામના સ્થાનિક હરિભક્તોની ઉપસ્થિતિમાં મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધિ તેમજ ખાતવિધિ કરી સ્વામીશ્રીએ સૌ પર કૃપાશિષ વર્ષાવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |