Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં ભક્તિ સંગીતની રસલહાણ

મુંબઈ ખાતે સતત બે મહિના સુધી સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાનાં દર્શને ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકોએ સંતો તેમજ સંગીત જગતના વિખ્યાત કલાકારો પાસેથી ભક્તિ સંગીતનો આસ્વાદ માણ્યો હતો. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં વિવિધ કલાકારોએ સ્વામીશ્રી પ્રત્યે ભક્તિભાવપૂર્વક સંગીતના મંજુલ સૂરો રેલાવી પોતાની કલા પાવન કરી હતી.
વિખ્યાત વીણાવાદક પંડિત નારાયણમણિજી, વાંસળીવાદક શ્રી રોનુ મજૂમદાર, શ્રી નિનાદ મલાવકર તથા શ્રી રાકેશ ચોરસિયા, વિખ્યાત રિધમ-નિષ્ણાત શ્રી શિવમણિજી, પખવાજવાદક શ્રી દુર્ગાદાસ મજૂમદાર, સંતુરવાદક પંડિત ઉલ્લાસ બાપટેજી, વાયોલિનવાદક શ્રી સુરેશ લાલવાણી, સિતારવાદક શ્રી શુક્લજી, મૃદંગ વાદક શ્રી શ્યામસુંદરજી તથા શ્રીધરજી, ઘટમ્‌વાદક શ્રી ચંદ્રશેખરજી, ગિટારવાદક શ્રી અરવિંદ હલદીપુર તથા શ્રી જોય, તબલાવાદક શ્રી નવીન શર્મા, શ્રી રવિ તથા શ્રી રાજા, શ્રી મનોજ ભાટી, શરણાઈવાદક શ્રી અનવર તથા શ્રી મધુભાઈ, વાયોલિન તથા મેંડોલિનવાદક શ્રી ભરતભાઈ તથા રમેશભાઈ શાહ તથા ઢોલી શ્રી હનીફ, શ્રી ઝાકીર, શ્રી ઇકબાલ તથા શ્રી અસલમ જેવા નામાંકિત કલાકારોએ સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજામાં સંગીતની સુમધુર સૂરાવલિઓ રજૂ કરી ભક્તિ અદા કરી હતી. વળી, શ્રી આસિત દેસાઈ, શ્રી આલાપ દેસાઈ, શ્રી કરસન સાગઠિયા, શ્રી કુમાર ચેટરજી તથા શ્રી જયદીપ સ્વાદિયા જેવા લોકપ્રિય કલાકારોએ પ્રાતઃ સમયે ભક્તિભાવપૂર્વક રજૂ કરેલાં ભક્તિપદોના ગાનથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ સૌ કલાકારો પર વિશેષ પ્રસન્નતા વર્ષાવી સ્વામીશ્રીએ તેઓનેઅંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.  

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |