Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભગતજી મહારાજ જયંતી

તા. ૨૮-૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં સાંનિધ્યમાં બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાથી જ આ ઉત્સવસભાનો આરંભ થયો. પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના મહિમાનાં પદોનું ગાન કરી ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ્રાતઃપૂજાનાં બાદ ભગતજી મહારાજનો મહિમા વર્ણવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગતજી મહારાજે સર્વસ્વ કુરબાન કરી, ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા. પોતાનો દેહ કૃષ્ણાર્પણ કર્યો. સ્વામીએ ભગતજી મહારાજને રાજી થઈને કહ્યું, 'તું ઘરે જા તને રૂપિયા મળશે.' પણ ભગતજીને એ નહોતું જોઈતું. એમને તો ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીને પ્રસન્ન કરવા હતા માટે જ્ઞાન માગ્યું. જ્ઞાન એટલે આત્મા-પરમાત્માનું, બ્રહ્મપરબ્રહ્મનું, અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન. ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ભગતજી મહારાજને આ જ્ઞાન થયું અને 'માન-અપમાનમાં એકતા ને સુખદુઃખમાં સમભાવ' જેવી અલૌકિક સ્થિતિ ભગતજી મહારાજની થઈ ગઈ.
ભગતજી મહારાજનું જીવનચરિત્ર વાંચવાનો આગ્રહ રાખવો. થોડું થોડું વાંચતાં વરસમાં આખું વંચાઈ જાય એવો અભ્યાસ કરવાથી બ્રહ્મરૂપ થવાય છે. જો જાણપણા રૂપ દરવાજે ન રહીએ તો આવો સત્સંગ મળ્યો છે, જ્ઞાન થયું છે ને આવો લાભ મળ્યો છે તે જતો રહે. 'દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં.' આપ સૌને ભગવાન ભજવાનો કેફ ચઢ્યો છે એ મૂકવાનો નથી. એ કેફમાં સેવા-ભક્તિ થાય ને સંપ-સુહૃદભાવ-એકતા રાખી  સુખિયા થવાય એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |