Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રતીક ગુરુપૂર્ણિમા

તા. ૧૮-૭-૨૦૧૦ના રોજ દિલ્હી સત્સંગ મંડળે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં પ્રતીક દેવશયની એકાદશી અને પ્રતીક ગુરુ-પૂર્ણિમાનો ઉત્સવ ઊજવી ગુરુહરિનાં ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. 
વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનું વાતાવરણ રચાયું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતો-યુવકોએ ઉત્સવપદોનું ગાન કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સમયે યોજાયેલી રવિ સત્સંગ-સભામાં ગુરુપૂર્ણિમા અને દેવશયની એકાદશીના ઉત્સવ મર્મને સમજાવતાં પ્રેરક પ્રવચનો રજૂ થયાં.
સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે અમેરિકાના સંનિષ્ઠ સત્સંગીબંધુ શ્રી હિતેષભાઈ કોન્ટેક્ટ પ્રવચન કરી રહ્યા હતા. આત્મસ્વરૂપ સ્વામીના પ્રવચન બાદ દિલ્હી મહિલા સત્સંગમંડળે ભક્તિભાવ-પૂર્વક તૈયાર કરેલા વિવિધ હાર અને કલાત્મક ચાદર સ્થાનિક સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી.
સભાના અંતે સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'આજે અહીંયાં ગુરુપૂનમ તો નથી, છતાં બધાએ પ્રેમથી ઉત્સવ ઊજવ્યો છે. શ્રીજીમહારાજે આ પૃથ્વી પર આવી હજારો મનુષ્યોને જ્ઞાન-સમજણની સાચી વાત દૃઢ કરાવી છે અને જેનાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે, અખંડ શાંતિ રહે છે એવા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ સાથે લાવ્યા છે. ભગવાનનો જેવો છે એવો યથાર્થ મહિમા આપણને ગુરુ જ સમજાવે છે અને એમના થકી કલ્યાણ પણ થાય છે. શાસ્ત્રોમાં એવા ગુરુનાં લક્ષણો લખેલાં છે.
આવા ગુરુ પોતે બ્રહ્મરૂપ હોય અને માયાના ત્રણ પ્રકારના ગુણથી પર હોય. તેઓ લાગે સામાન્ય માણસ જેવા જ પણ એમાં_ બહુ ફેર હોય. તેઓ બીજાના સુખ માટે બધું કાર્ય કરે છે, તેમનું જીવન પરોપકારી છે. તેમને પોતાનો કોઈ જ સ્વાર્થ નથી. જોગી મહારાજ એક કીર્તન કાયમ બોલતા : 'હાંજી ભલા સાધુ, હરિકી સાધ, તનકી ઉપાધિ તજે સોહિ સાધુ.' તનકી ઉપાધિ તજી સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. કર્તા પરમાત્માને માની અખંડ આનંદમાં રહેવું - એ જોગી મહારાજનું સૂત્ર હતું ને એ પ્રમાણે પોતે વર્તતા હતા. 
આ બ્રહ્માંડમાં ધાર્યું તો ભગવાનનું જ થાય છે, આપણું ધાર્યું તો થતું નથી, છતાં 'માણસ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ; આદર્યાં અધવચ રહે, હરિ કરે સો હોઈ.' ભગવાનની મરજી સિવાય એક સૂકું પાંદડું પણ હાલતું નથી. કર્તાહર્તા ભગવાન છે. એ જે કરે છે એ સારા માટે છે. ભગવાનનો આશરો દૃઢ રાખવો અને ભગવાન જે કરશે એ સારું જ કરશે એટલું જરૂર દૃઢ રાખવું. ભગવાનનું આટલું બધું ભજન કર્યું, આટલી બધી સેવાઓ કરી, સારાં કાર્યો કર્યાં તોપણ આપણું ભગવાન કેમ આમ કરે છે ? એમ ન માનવું. પણ ભગવાન જે કરે છે એ સારા માટે છે.
માણસમાં રહેલી વાસનાઓ, સ્વભાવો, પ્રકૃતિઓેમાંથી આસક્તિ તોડાવવી હોય તો તેઓ આવું_ કરતા હોય છે. પણ, ભગવાનને વિષે આપણી ભક્તિ અચળ હોવી જોઈએ.
સાચા સંત મળે તો સાચી ભક્તિ સમજાવે છે. 'સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકું જી.'  સાચા સંતોને જીવપ્રાણી માત્ર, અનંત બ્રહ્માંડના જીવો માટે તેઓને સમભાવ છે. એમને કોઈના વિશે દ્વેષભાવ નથી. નાના હોય, મોટા હોય, શત્રુ હોય પણ બધા માટે સમભાવ છે. એવાં જેનાં લક્ષણ હોય એ 'થફૅતસ€ઠદ્ઘ મતઠુ ખબશ્ષથૅ.'
આવા સાચા ગુરુ મળે ત્યારે આપણા જીવનમાં યથાર્થ જ્ઞાન થાય છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |