 |
ભૂમિકા
૮૪ વર્ષની ઉંમરે શરીરની પરવા કર્યા સિવાય આદિવાસીઓથી અમેરિકાવાસીઓ સુધી વિચરી રહેલા પ્રમુખસ્વામી મહારાજ કોઈ દિવ્ય સ્ફૂર્તિથી એક વિરાટ આધ્યાત્મિક સમાજની વિશ્વને ભેટ આપી રહ્યા છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી સજ્જ એક નવી પેઢીનું સર્જન કરી રહ્યા છે. સ્વામીશ્રીના અહોરાત્ર વિચરણમાં જે અલૌકિકતા અનુભવાય છે તે સૌને તાજ્જુબ કરે છે.
એક ગામથી બીજે ગામ, છેલ્લા છ દાયકાથી સતત વિચરતા પ્રમુખસ્વામી મહારાજ, ચંડ પુરુષાર્થ કરીને અજાયબ સંસ્કૃતિકાર્ય કરી રહ્યા છે. નાનાં નાનાં ભૂલકાંઓ હોય, રંગરાગથી ચકચૂર એવી યુવાવસ્થાના ઉંબરે ભેલા કિશોરો હોય, જીવનમૂલ્યોને કોરાણે મૂકીને પણ નાણાં કમાવવાની હોડ બકવામાં થનગનતા યુવાનો હોય કે સ્વાર્થવૃત્તિથી વેરાઈ ગયેલા પરિવારને લાચાર બની નીરખી રહેલા úઢો હોય, ગુજરાતી હોય, દક્ષિણી હોય, ઉત્તર હિન્દુસ્તાની હોય, આફ્રિકન નેટિવ હોય કે અમેરિકન ગોરો હોય, મુખસ્વામી મહારાજના દિવ્ય સ્પર્શ અને સાંનિધ્યમાત્રથી સૌમાં આધ્યાત્મિકતા ઝંકૃત થાય છે, સૌનાં હૈયે પરિવર્તનનો પવન ફૂંકાય છે. અને એમાંથી જ સ્વામીશ્રીએ સનાતન ધર્મની સુવાસથી મહેકતાં વિશિષ્ટ ઉપવનો રચ્યાં છે.
તેમની અવિરત વિચરણયાત્રામાં પગલે પગલે સંસ્કારધામ-મંદિરોનાં નિર્માણો, બાળ-યુવા કાર્યક્રમો, સત્સંગસભાઓ, પારાયણો, બધું જ બધું પ્રþõરણાસ્પદ બની રહે છે. સ્વામીશ્રીની આ વિચરણયાત્રાનું આછું શબ્દચિત્ર આ 'વિચરણ' વિભાગમાં દર મહિનાની પાંચમી તારીખે નિયમિતપણે સ્તુત થતું રહેશે. |
|