Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સેલવાસના કુડાચા ગામમાં હરિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ

સેલવાસ અને દાદરાનગર હવેલીનાં ૭૨ ગામોમાંથી ૫૫ આદિવાસી ગામોમાં સ્વામીશ્રીની કૃપાથી સત્સંગની ગંગોત્રી રેલાઈ રહી છે. આ ૫૫ ગામોમાંનું એક એટલે કુડાચા ગામ. સ્વામીશ્રી અને સંતોનાં સતત વિચરણને કારણે અહીં સત્સંગનો વિકાસ થયો છે. સેલવાસથી ૭ કિ.મી. દૂર આવેલા આ કડાચા ગામમાં ગારમાટીની કટિરમાં મૂર્તિ પધરાવીને સૌ સત્સંગ કરતા હતા. પરંતુ હવે હરિભક્તોએ ગારમાટીના મંદિરમાંથી કલાત્મક મંદિર ભક્તિભાવપૂર્વક બનાવ્યું છે. તેના ફળસ્વરૂપે તા. ૩ જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીનાં દિવ્ય કરકમળો વડે આ હરિમંદિરનો વેદોક્ત પ્રતિષ્ઠાવિધિ યોજાઈ ગયો.૧૫૦૦ સ્ક્વેર ફૂટમાં નિર્માણ થયેલ આ મંદિરની મૂર્તિઓમાં સ્વામીશ્રીએ વેદવિધિ-પૂર્વક પ્રþëણપ્રૂતિષ્ઠા કરી હતી. મહંત સ્વામીએ મૂર્તિઓનો સ્થાપનાવિધિ કર્યો હતો. યોગાનુયોગ આજે સેલવાસ મંદિરનો પાટોત્સવ હોવાથી મૂર્તિપ્રતિષ્ઠા અને પાટોત્સવની સાથે મહાપૂજા ગોઠવવામાં આવી હતી. રમેશભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, મેઘજીભાઈ પટેલ, નરેશભાઈ પટેલ તથા ઝવેરભાઈ પટેલ વગેરે સત્સંગીઓના ભક્તિભાવભર્યા પુરુષાર્થ અને સત્સંગમંડળના સહકારથી મૂર્તિપ્રતિષ્ઠા-વિધિ સંપન્ન થયો હતો.

પ્રતિષ્ઠાવિધિ બાદ સ્વામીશ્રીએ સેલવાસ પાસેના અથાલ ગામમાં નૈરોબીના શ્રી અરવિંદભાઈ પટેલ તથા તેમના પરિવારની ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં પધારી વેદોક્તવિધિ-પૂર્વક ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યારબાદ ફેક્ટરીની લૉનમાં યોજાયેલા પ્રાસંગિક સમારોહમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપીને સદાચારનો બોધ આપ્યો હતો.

તા. ૪ જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સેલવાસમાં સંસ્થા દ્વારા સ્થાપિત ઈન્સ્ટિટ્યૂટ આૅફ ઈન્ફર્મેશન ટેકનોલોજીના પ્રાંગણમાં એક જાહેર સત્સંગસભા યોજાઈ હતી. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે સભાસ્થળે ૧૩,૦૦૦ જેટલા આદિવાસી ભાઈઓ ઊમટી પડ્યા હતા. વિવેકસાગર સ્વામીના વકતવ્ય બાદ બાળકોએ પ્રવચન કરી સ્વામીશ્રી સમક્ષ પોતાની ભક્તિ અદા કરી હતી.

શિશુઓનાં આ પ્રેરક પ્રવચનો પછી ૮૪ ફૂટનો ટિસ્યુ પેપરમાંથી બનાવેલો હાર આ વિસ્તારના નિર્દેશક, બાળમંડળ સંયોજક તથા નિરીક્ષક અને સંયુક્તમંડળના નિરીક્ષકો તથા અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને પહેરાવ્યો. બાલિકામંડળે બનાવેલો કાગળની રિબિનનો હાર મોટેરા સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. ત્યારબાદ 'મારે આંગણ સ્વામી પધાર્યા...' એ ગીતના આધારે સ્થાનિક કિશોરોએ નૃત્ય રજૂ કર્યું હતું. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપી સૌને કૃતાર્થ કર્યા હતા.

સભા બાદ સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા બિરાજ્યા. એ દરમ્યાન અહીં ચાલતી વિદ્યાકીય પ્રવૃત્તિઓનો સ્લાઈડ શૉ સ્વામીશ્રીએ નિહાળ્યો.

તા. ૦૫-૦૧-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી સેલવાસથી મુંબઈ તરફ જવા વિદાય લેવાના હતા. આજે પ્રાતઃપૂજા દરમ્યાન અહીંના કાર્યકરોએ આદિવાસી ભાષામાં કેટલાંક કીર્તનો ગાયાં. વાપી મહિલામંડળ દ્વારા બનાવવામાં આવેલો સુંદર હાર સ્વામીશ્રીને પહેરાવવામાં આવ્યો. સ્વામીશ્રીનાં દર્શને આવેલા આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારની કેટલીક સંસ્થાઓના સભ્ય મોહનભાઈ ડેલકરે જણાવ્યું હતું કે 'આજના જગતમાં વિશ્વાસપાત્ર કોઈ સંતપુરુષ હોય તો એ આપ જ છો. આપને લીધે આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સૌ વ્યસનમુક્ત થયા અને એને કારણે જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે.

 

સ્વામીશ્રીએ કહ્યું : 'શ્રીજીમહારાજના પ્રતાપે બધું થાય છે અને સૌનો સાથ છે એને લીધે વિકાસ થાય છે.

સાંજે મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી સેલવાસથી મુંબઈ પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |