Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નડિયાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો વાર્ષિકોત્સવ

નડિયાદ ખાતે સંસ્કારયુક્ત શિક્ષણ માટે યશસ્વી યોગદાન આપી રહેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો વાર્ષિકોત્સવ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો આઠમો પાટોત્સવ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો.
તા. ૨૬-૨-૨૦૦૬ના રોજ સંધ્યા સમયે યોજાયેલા સમારોહમાં છાત્રાલયના છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને આધુનિક વિદ્યાર્થીઓના માનસને વ્યક્ત કર્યું હતું. 'રંગેસંગે' સંવાદ બાદ, આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ડી.ડી.આઈ.ટી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એચ.એમ. દેસાઈએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. છાત્રાલયમાં રહીને ઉજ્જ્વળ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને એચ.એમ. દેસાઈના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જતિન પટેલ લિખિત 'ધર્મરાજાનો દરબાર' સંવાદ તેમજ એકપાત્રી અભિનય વગેરે કાર્યક્રમો પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
તા. ૨૭-૨-૨૦૦૬ના રોજ નડિયાદ મંદિરનો આઠમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી બાદ ત્યાગવલ્લભ સ્વામી તથા વડીલ સંતોએ પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીની સ્નાનાદિક વિધિનો પ્રારંભ કરી દીધો હતો. સ્વામીશ્રીએ પાટોત્સવ નિમિત્તે શણગાર આરતી ઉતારીને ભાવપુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સ્થાનિક યુવકોએ સવાદ્ય કીર્તનો ગાઈને શ્રીહરિની આરાધના કરી હતી.
સંધ્યા સમયે પાટોત્સવની પ્રાસંગિક સભામાં વિવેકસાગર સ્વામીએ વક્તવ્ય દ્વારા ઉપાસના-મંદિરોનું રહસ્ય સમજાવ્યું હતું. યુવકોએ 'હૈયાંનાં નોતરાં સ્વીકારો પ્રમુખસ્વામી...' એ કીર્તનના આધારે ભક્તિ-નૃત્ય રજૂ કર્યા બાદ 'લક્ષણ વગરનું શિક્ષણ' સંવાદ રજૂ કરીને છાત્રોએ સંસ્કારયુક્ત શિક્ષણની ગરિમા સમજાવી હતી. આવી ગરિમાથી વિભૂષિત અને ખંતપૂર્વક સત્સંગ-પ્રવૃત્તિઓ કરતાં કરતાં પણ ૧૦ ને ૧૨મા ધોરણની રાજ્ય પરીક્ષાઓમાં ઝળહળતી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સ્વામીશ્રીએ અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાગુજરાત હાર્ટ હૉસ્પિટલના હાર્ટ સર્જન ડૉ. અનિલ ઝા તથા ડૉ. પંકજભાઈ દોશી સહિત અન્ય મહાનુભાવોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૨૮-૨-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ ચરોતર પ્રદેશના અકલાચા ગામના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાપૂર્વ પૂજનવિધિ કરી હતી. સાથે સાથે વસોમાં પધરાવવામાં આવનાર માણકી ઘોડી અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓનું પણ સ્વામીશ્રીએ પૂજન કર્યું હતું.
આજે સાયંસભામાં જયેન્દ્ર વીંછી લિખિત 'જેનાથી ફેલાશે પ્રકાશ' અને 'નવી સવાર, નવો ઉમંગ' આ બે સંવાદોની રજૂઆત થઈ. પૈસાના જોરે બાળકોને સુખ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા પછી સંસ્કાર પરત્વે ઉપેક્ષા રાખનાર વાલીઓની કેવી દુર્દશા થાય છે ને સંતાનોમાં કેવા ખરાબ સંસ્કારો રેડાયછે- એ મધ્યવર્તી વિચાર સાથે આ સંવાદની રજૂઆત અસરકારક હતી. આ પ્રસંગે નડિયાદના નગરપતિ અને ઉદ્યોગપતિ કુમાર મેઘરાજ ટહેલિયાણી, ડિસ્ટ્રિક્ટ જજ એ. કે. આસવાણી, હૉસ્પિટલના એડમિનિસ્ટ્રેટીવ આૅફિસર ભાસ્કરન્‌ વગેરે અતિથિઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. દર વરસે ચાતુર્માસમાં અહીં યોજાતી પારાયણમાં સમગ્ર રીતે સારી રજૂઆત કરનારાં મંડળોને ઇનામ આપવામાં આવે છે. આ વખતે પણ સ્વામીશ્રીના હસ્તે પારાયણમાં શ્રેષ્ઠ રજૂઆત કરનારા ત્રણ સત્સંગમંડળના પ્રતિનિધિઓને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં.
તા. ૧-૩-૨૦૦૬ના રોજ અહીંથી સૌની વિદાય લઈને સ્વામીશ્રી અમદાવાદ ખાતે પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |