Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દસ વર્ષથી બાળકોની અણનમ સેવા...

લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ભવ્ય અન્નકુટની પ્રસિદ્ધિ સાથે, અહીંના સત્સંગી બાળકોની બુટ-ચપ્પલ સાચવવાની સેવાની દાસ્તાન પણ એટલી જ પ્રેરક છે. દર વર્ષે અહીં યોજાતા અન્નકૂટનાં દર્શન કરવા સવારથી જ ભક્તો અને દર્શકોનો હજારોની સંખ્યામાં ધસારો રહે છે. આ તમામ દર્શનાર્થીઓના બુટ-ચપ્પલ સાચવવાની સેવા છેલ્લાં દસ વર્ષથી લંડન બાળસત્સંગ મંડળના બાળકો અદા કરે છે. બાળકો અગાઉથી સજ્જ થઈ, આયોજનપૂર્વક આ સેવા બજાવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિશાળ પાયા પર યોજાતા આ ઉત્સવમાં એક પણ દર્શનાર્થીની બુટ-ચપ્પલ ખોવાયાની કે ફેરબદલ થયાની ફરિયાદ નથી! બી.એ.પી.એસ.ના એ સેવાનિષ્ઠ ભૂલકાંઓને હાર્દિક અભિનંદન!           

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |