Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રતીક વસંતોત્સવ

પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૪-૧૨-૨૦૦૬ થી તા. ૨૨-૦૧-૨૦૦૭ દરમ્યાન સતત ૪૦ દિવસ સુધી અમદાવાદમાં સત્સંગનો દિવ્ય લાભ આપીને વિરાટ ભક્ત સમુદાયને ભક્તિરસમાં તરબોળકર્યો હતો. તેમાંય તા. ૨૧-૧-૨૦૦૭નો દિવસ વિશેષ ભક્તિસભર બની રહ્યો હતો. આ દિન હતો - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રતીક જન્મોત્સવની ઉજવણીનો, પ્રતીક વસંતોત્સવનો. શાસ્ત્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપસમા સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં આ પ્રતીક જન્મોત્સવની ઉજવણી માટે આજે વિશાળ સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા.
આજે પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ અમેરિકામાં વર્જીનિયા તથા પીસ્કાટવે ખાતે પ્રતિષ્ઠિત થનાર મંદિરની મૂર્તિઓની પૂજનવિધિ કરી આરતી ઉતારી હતી.
આજની સંધ્યા રવિસભામાં પ્રતીક વસંતપંચમીના ઉત્સવે સ્વામીશ્રીનાં દર્શન તેમજ આશીર્વાદ માટે વિશાળ સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા. આ પ્રસંગે મહેસાણાથી ૧૦૦૦ પદયાત્રીઓ તથા સંતો પદયાત્રા કરીને વસંતોત્સવને માણવા પધાર્યા હતા. સભામાં પ્રાસંગિક કીર્તનો બાદ વિવેકપ્રિય સ્વામીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય ગુણોની ઝાંખી કરાવી હતી. વિવેકસાગર સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા શિક્ષાપત્રીનો મહિમા સમજાવ્યો હતો.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''અમદાવાદમાં આ વખતે રહેવાનું થયું તેમાં આપ બધાનો ખૂબ ભક્તિભાવ જોવા મળ્યો છે. કાયમ આ સભા ભરેલી જ હોય. બધાને નોકરી-ધંધા-પ્રવૃત્તિ છે, છતાં આટલી પ્રવૃત્તિમાં કેટલા દૂરથી, બબ્બે ટાઈમ આવવા-જવાનું ! આર્થિક લાભો મૂકીને આ સત્સંગનો લાભ લીધો છે. જીવનમાં સત્સંગ અને ભગવાન પ્રધાન થયા છે એટલે આ થાય છે, બાકી થાય નહિ.
ભગવાનનો સંબંધ થયો એ નિર્ગુણ થાય. એમના માટે જે જે કરીએ એ આપણા આત્માના ઉત્કર્ષ માટે, આત્માની શાંતિ માટે થાય છે. આપણી એકોતેર પેઢી તરી જાય છે. આ મહિમા શાસ્ત્રોમાં કહ્યો છે. શ્રીમદ્‌ ભાગવત, ગીતા, વેદ, ઉપનિષદ્‌ વગેરે શાસ્ત્રો તેમજ ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. એ લખનાર મહાપુરુષોમાં વિશ્વાસ હોવો જોઈએ કે એમણે ગપ નથી માર્યું. બહુ જ અનુભવ અને અનેક સાધનાઓ કરી લખ્યું છે. વૈજ્ઞાનિક એક દિવસે ચંદ્ર પર નથી પહોંચ્યો. એની પાછળ કેટલા પૈસા ખર્ચ્યા, મહેનત કરી? ત્યારે ચંદ્ર સુધી પહોંચી ગયા. આપણે કોઈએ ચંદ્ર પર માણસને જોયો છે? જોયું નથી છતાં બધાને વિશ્વાસ છે. એ વિજ્ઞાનીને મળ્યા નથી, એની જોડે ચર્ચા ય કરી નથી, છતાંય એમાં વિશ્વાસ છે. એમ આપણને ભલે શાસ્ત્રોની અંદર ખબર ન પડે, પણ ભગવાન ને સંત-મોટાપુરુષ સાચા છે, એમણે જોઈને-અનુભવીને વાત કરી છે કે ભગવાન, ભગવાનનો મહિમા, શાસ્ત્રો એ બધું જ સાચું છે.
વિશ્વાસે વહાણ ચાલે છે. વિશ્વાસે આ લોકનું કામ થાય છે. એવો જ વિશ્વાસ ભગવાન ને શાસ્ત્રોમાં હોય, મંદિરમાં હોય તો કામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે વાત કરી એ સાક્ષાત્‌ અનુભવની વાત હતી. એ સામાન્ય માણસો નહોતા, એટલો વિશ્વાસ હોય તો આપણું કામ થાય છે. સાચો માર્ગ બતાવનાર સાચા પુરુષ મળે તો મોક્ષનું કામ થઈ જાય છે. મોક્ષનો માર્ગ, અક્ષરધામમાં જવાનો માર્ગ શાસ્ત્રોમાં કહ્યો છે તે મુજબ વિશ્વાસ રાખી પાલન કરશો તો અક્ષરધામમાં જવાશે.
 આવી પ્રાપ્તિ, લાભનો વિચાર કરવો. દરરોજ અહો અહો થવું જોઈએ. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી, એ કહે એમ જ કરવાનું છે. લાખો રૂપિયા ભોગવીએ, વાપરીએ પણ એ ભગવાનની આજ્ઞામાં રહીને, ભગવાનના નિયમમાં રહીને કરવું. આજ્ઞા-ઉપાસના દૃઢ હશે તો દુનિયામાં ગમે ત્યાં જશો તો ય સારામાં સારું જીવન જીવી શકશો.'
શાસ્ત્રીજી મહારાજના દિવ્ય સંકલ્પે દિન-પ્રતિદિન વિકસતા જતા સત્સંગ સમુદાયને વધુ ને વધુ આધ્યાત્મિક ઊંડાણ આપતાં સ્વામીશ્રીએ સરળ શૈલીમાં અદ્‌ભુત વાતો કરી. આશીર્વચન પૂર્ણ થયા બાદ પુનઃ સ્વામીશ્રીને ઉમળકો આવી ગયો અને સૌની ભક્તિને બિરદાવતાં કહ્યું, 'તમે બધાએ બહુ ઉપવાસો, પદયાત્રાઓ કર્યાં છે. પદયાત્રામાં જુ વાન માણસો તો આવી શકે, પણ વૃદ્ધો ને નાના બાળકો પણ ૧૦–૧૫ માઈલ ચાલીને આવ્યા છે. કેટલી ભક્તિ થઈ કહેવાય! તો આ બધું કેવળ ભગવાનને રાજી કરવા કર્યું છે તો એ બધા પર ભગવાનની પ્રસન્નતા થાય. આજે મહેસાણા મંડળે ડંકો મારી દીધો છે, હજાર માણસો આવી ગયા. કેટલો મહિમા સમજાયો ત્યારે ઘરબાર છોડાય છે! એ ચાલીને આવ્યા છે તો એ બધાને મહારાજ સુખી રાખે એ આશીર્વાદ છે.''
અમદાવાદમાં આ વખતના રોકાણની આ અંતિમ સભામાં સ્વામીશ્રીએ આબાલવૃદ્ધ સૌની ભક્તિને બિરદાવીને હરિભક્તોનાં હૈયે કૃતાર્થતા છલકાવી દીધી હતી.
તા. ૨૨-૧-૨૦૦૭ના રોજ અમદાવાદના હરિભક્તોની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રીએ ગોંડલ જવા માટે પ્રયાણ કર્યું હતું.
બપોરે ૧૧-૪૦ વાગે સ્વામીશ્રી ગોંડલ પધાર્યા હતા. ગોંડલમાં રસ્તાની બંને બાજુ  ઊભેલા બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ધજા ફરકાવીને, જયનાદો સાથે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. યોગીસ્મૃતિ મંદિર, અક્ષરદેરી તથા મુખ્ય મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા.
આજની સંધ્યા સત્સંગસભામાં સ્વામીશ્રીનો સ્વાગત સમારોહ યોજીને સૌõએ ભક્તિ અદા કરી હતી. વિવેકસાગર સ્વામીએ પોતાની રસાળ શૈલીમાં વસંતપંચમીનું માહાત્મ્ય સમજાવ્યું. ત્યારબાદ ગોંડલ મંદિરના કોઠારી જ્ઞાની સ્વામી તથા સિદ્ધેશ્વર સ્વામીએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સત્કાર્યા. સ્વાગતવિધિ બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'ગોંડલ અક્ષરદેરીનાં દર્શન થયાં. ઘરે આવતાં આનંદ થાય એવો આનંદ થયો. ગુણાતીતાનંદ સ્વામીનું આ એવું પ્રતાપી સર્વોપરી દિવ્ય સ્થાન છે. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજનો જેવો છે એવો મહિમા છડે ચૉક કહ્યો. ઊનાના શેઠિયાને કેવી માનતા આપી? ગુણાતીતને તો બધાને ગુણાતીત કરવા ને શ્રીજીમહારાજનો મહિમા સમજાવવા સિવાય બીજું કોઈ ધ્યેય હતું જ નહીં. બધાને ભગવાનની નિષ્ઠા, સત્સંગની દૃઢતા, મહિમા જીવમાં દૃઢ થાય એ કરવા માટે જ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા. આ લોકની વસ્તુ તો મહેનત કરે તો પ્રારબ્ધ પ્રમાણે મળી જાય. સંત દયાળુ છે. એમનો સાચા ભાવે સત્સંગ કરીએ, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય સત્સંગ કરીએ તો આપણું આ લોક ને પરલોક બે ય સુધારે. આપણે જીવદશાથી કેટલું માગી શકીએ? મકાન થાય, બૈરા-છોકરાં સુખી થાય, મોટર થાય - આ લોકનું જ માગીએ પણ એ તો નાશવંત છે. આ દેહ પણ નાશવંત છે. છતાં આ લોકની દૃષ્ટિએ આની જરૂર છે, તો આપે છે. પણ એ વહેવાર-પ્રવૃત્તિમાં વાસનાઓ દૂર કરીને બ્રહ્મરૂપ કરવા છે. એ કરવા માટે ભગવાન કેટલીક મુશ્કેલીઓ મૂકે, દુઃખો આપે, દેહમાં મંદવાડ મૂકે તો દેહની વાસના ટળે. ગુણાતીતાનંદ સ્વામીએ બધાને દેહના, ઇન્દ્રિય-અંતઃકરણના, માયાના ભાવ ટળાવી બધું ભગવાન પરાયણ કરાવી દીધું. ગુણાતીતાનંદ સ્વામીએ બધાને વાત કરીને પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાવ્યો. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજે પણ એ કર્યું છે ને અત્યારે પણ આપણે કથાવાર્તામાં એ જ કરીએ છીએ. ધીરે ધીરે  જીવમાં આ શબ્દ લાગી જાય, પછી ભલે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પણ સુખિયા થઈ જવાય. ભગવાન ને સંત મળ્યા છે તે આપણને સાચવે છે. સંભારી સંભારીને બોલાવે છે. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજે લાડ લડાવીને સુખ આપ્યું છે. સંતો કર્યા, હજારો સત્સંગી કર્યા, બાળમંડળ અને યુવક મંડળ સ્થાપ્યાં તો એ જ્ઞાન આપણા જીવમાં દૃઢ થાય ને સુખિયા થવાય એ પ્રાર્થના.''         
વ્રત-તપ
સ્વામીશ્રી જ્યાં જ્યાં પધારે છે ત્યાં તેઓના સાંનિધ્યમાત્રથી અસંખ્ય લોકોને ઊર્ધ્વજીવનની વિશેષ પ્રેરણા મળે છે. બાળકોથી લઈને યુવાનો અને વડીલોને વ્રત-નિયમ-સંયમની પ્રેરણા મળે છે તે ભોગવાદના આ યુગમાં વિશેષ આનંદ અને આશ્ચર્ય પ્રેરે છે. તાજેતરમાં સ્વામીશ્રી અમદાવાદ ખાતે પધાર્યા ત્યારે તેમને વધાવવા માટે હરિભક્તોમાં તપ-વ્રતની ભરતી ઊમટી હતી, સાથે સાથે પદયાત્રાઓ અને દંડવતપ્રણામ યાત્રાઓની પણ હારમાળા યોજાઈ હતી. અમદાવાદના સ્વામિનારાયણીય સત્સંગની પરંપરા મુજબ પવિત્ર ધનુર્માસમાં વહેલી સવારે ધૂન કરતાં કરતાં ઠાકોરજીના દર્શનનો એક વિશેષ મહિમા છે. આ વર્ષે સ્વામીશ્રીના સાંનિધ્યમાં અમદાવાદમાં ધનુર્માસ ભક્તિની વિશેષ મોસમ સમો બની રહ્યો હતો. વહેલી સવારે દૂર દૂરથી હજારો આબાલવૃદ્ધ હરિભક્તો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાતાં ગાતાં શાહીબાગ ખાતે સ્વામીશ્રીનાં દર્શને ઊમટતા હતા. પોષ મહિનાની ઠંડીમાં ઉમંગભેર કિલોમિટરોનું અંતર કાપીને ભજન સ્મરણ કરતાં આવતાં ત્રણ-ચાર વર્ષની ઉમરનાં નાનાં નાનાં બાળકોથી લઈને ૮૦ વર્ષના વડીલોને નીરખતા સ્વામીશ્રી સૌ પર પ્રસન્નતા વરસાવી વારી જતા હતા. ત્રણ વર્ષીય મહર્ષિ અલ્પેશભાઈ ભાવસાર, ચાર વર્ષીય યોગેશ ગુણવંતભાઈ નાયી તથા અંબરિષ દશરથભાઈ, સાડા ત્રણ વર્ષનો તિલક લાખાણી વગેરે બાળકો વહેલી સવારે ૧૦ કિ.મિ.ની પદયાત્રા કરીને આવ્યા હતા. ૧૧ વર્ષનો હાર્દ ભટ્ટ ૩ કિ.મિ.ની દંડવતûયાત્રા કરીને આવ્યો હતો, તો વર્ષિલ શુક્લ(ઉ. ૨૦ વર્ષ) ૮.૫ કિ.મિ.ની દંડવતયાત્રા કરીને આવ્યો હતો. સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવનારા એ નામી-અનામી અનેક આબાલવૃદ્ધોને હાર્દિક અભિવંદન. શહેર તથા નજીકનાં વિવિધ સત્સંગ મંડળોની ઉપલબ્ધ માહિતી અનુસાર તેની એક ઝલક...
 શહેર મંડળો :     સંખ્યા
બાપુનગર             ૪૧૦
નિકોલ                ૯૫
સરસપુથી            ૧૫
રાણીપ               ૪૦
ઘીકાંટા               ૩૦
સી.ટી.એમ        ૬૦
શાહીબાગ       ૧૫૦
નરોડા           ૨૦૦
સેટેલાઇટ        ૫૦૦ સુભાષબ્રિજ          ૩૦
વાડજ           ૨૧૦
ઘાટલોડિયા/નારણપુરા ૩૦૦
સાબરમતી      ૨૫૦     ચાંદખે ડ  ૨૫૦ સાયન્સ સિટી ૬
સોલા ગામ           ૬
સોલા રોડ      ૩૫૦
અમરાઈવાડી   ૩૦૫
સી.ટી.એમ.      ૭૫
કૃષ્ણનગર        ૧૭૫
ચાણક્યપુરી      ૧૨૫
રાયપુર           ૮૦
બોપલ          ૬૫
શાહપુર        ૧૨
મેમનગર       ૩૫૦
મણિનગર      ૭૦૦
ઈસનપુર     ૩૫૦   નિર્ણયનગર   ૧૨૦ નારાયણનગર ૧૬૦
વસ્ïત્રાલ     ૧૨૫
નવરંગપુરા    ૪૫
ઓઢવ        ૨૦
રખિયાલ     ૨૫૦
ગોમતીપુર    ૫૦
હીરાવાડી    ૪૦૫
ઓઢવ       ૨૦૦
પાલડી-જીવરાજપાર્ક  ૬૦૦
સોલા-મેમનગર યુવકો ૧૬૦  રાણીપ યુવકો  ૩૫
અસારવા   ૧૫૦
ગ્રામીણ મંડળો :
સાબરકાંઠા ક્ષેત્રના પોશીના-ખેડબ્રહ્મા ગામના ૪૭૫ હરિભક્તો, મેડા-આદરજ (૪૦ કિ.મિ.)થી ૩૦ હરિભક્તો, સાણંદ(૩૦ કિ.મિ.)થી ૧૪ હરિભક્તો, દહેગામ ક્ષેત્રના પરઢોલ (૨૫ કિ.મિ.)થી ૪૦ હરિભક્તો, અસલાલી (૨૫ કિ.મિ.)થી ૫૦, ચોવલજ ગામ(૩૫ કિ.મિ.)થી ૩૫, જેતલપુર (બાવળા, ૨૮ કિ.મિ.)થી ૩, ખોરજ ગામ(૧૮ કિ.મિ.)થી ૫, બાવળા(૧૮ કિ.મિ.) થી ૫૦ બિલીપુરા (૧૫ કિ.મિ.)થી ૮ હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા.
વ્રત-તપ :
સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન સેંકડો હરિભક્તો નિત્ય પદયાત્રા કરીને સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં પધારતા હતા. રાજુ બેન પટેલ (૧૫ કિ.મિ.) તથા સરોજબેન ઈ. પટેલ (૧૪ કિ.મિ.)વગેરે હરિભક્તો ૪૦ દિવસ સુધી પદયાત્રા કરીને આવ્યા હતા. કેટલાય વયોવૃદ્ધ હરિભક્તો નિત્ય પદયાત્રામાં જોડાયા હતા. પણ હતા. આ ઉપરાંત ૮૬ કલાકના ઉપવાસ કરનારા હરિભક્તોની સંખ્યા પણ ઘણી મોટી હતી. મેમનગરના વાલ્મીકભાઈ પટેલ જેવા હરિભક્તોના સમગ્ર પરિવારે તથા બાપુનગરના જીવરાજભાઈ પટેલે ૮૬ કલાકના ઉપવાસ કર્યા હતા. મેઘાણીનગરના ૭૦ વર્ષીય પશીબેન મૂળજીભાઈ પટેલે ૮૭ કલાકના ઉપવાસ કર્યા હતા. દયાબેન હર્ષદભાઈ દરજીએ ૮૬ કલાકના ઉપવાસની સાથે જનમંગલ નામાવલીના ૫૦૦૧ પાઠ તથા શાસ્ïત્રીજી મહારાજના જીવનચરિત્રનું વાંચન કર્યુ હતું. આવા નામી-અનામી સર્વે હરિભક્તોને હાર્દિક અભિવંદન.             

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |