Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રમુખસ્વામી મહારાજ આટલા હળવાફૂલ કઈ રીતે રહે છે?

અનેક બુદ્ધિમંત લોકો પ્રશ્ન પૂછે છેઃ
વહેલી સવારથી મોડી રાત સુધી ૮૬ વર્ષની ઉંમરે પણ
સતત કાર્યરત રહેતા પ્રમુખસ્વામી મહારાજ,
આટલા હળવાફૂલ કઈ રીતે રહે છે?
આદિવાસીઓનાં ઝૂંપડાંઓથી લઈને પૃથ્વીના બંન્ને ગોળાર્ધમાં મહાનગરો સુધી આધ્યાત્મિક-સામાજિક સેવાપ્રવૃત્તિ કરતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર તરીકે તેઓ વિરાટ જવાબદારીઓનું વહન કરે છે. એવી અનેક પ્રવૃત્તિઓના બોજ વચ્ચે તેઓ આટલા સ્વસ્થ કેવી રીતે રહી શકે છે?
સાંસ્કૃતિક, સામાજિક સેવાકાર્યોમાં અનેક સિદ્ધિઓ મેળવ્યા પછી તેઓ તેનાથી નિઃસ્પૃહ અને અલિપ્ત કઈ રીતે રહી શકે છે?
અને ૮૬ વર્ષના જીવનમાં સ્વાસ્થ્યના અનેક ચઢાવ-ઉતાર વચ્ચે તેઓ સતત ઉત્સાહ કઈ રીતે ટકાવી શકે છે?
બધાનો ઉત્તર છેઃ ભગવાન પ્રત્યેની એમની અનન્ય શ્રદ્ધા.
ભગવાનને સર્વકર્તા માનીને તેમનામાં અનન્ય વિશ્વાસ.
તાજેતરમાં મુંબઈમાં સ્વામીશ્રીના મેડિકલ ચેકઅપ દરમ્યાન તેઓની આ જીવનભાવના વિશેષ પડઘાતી રહી. તેની કેટલીક સ્મૃતિઓ...

તા. ૯-૨-૨૦૦૭, મુંબઈ
દક્ષિણ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ સી.કે. પીઠાવાલા પોતાના એક મિત્ર સાથે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને સતત કાર્યરત જોઈને તેમણે કહ્યું, 'હું સતત જોઉં છુ કે આટલી ઉંમરે પણ આપ હંમેશાં કામ જ કર્યા કરો છો.'
તેઓના મિત્ર બોલી ઊઠ્યા, 'આપનામાં દૈવી શક્તિ જ કામ કરે છે, બાકી માણસની શક્તિને તો ક્યારેક મર્યાદા આવી છે. ખરેખર આપનું મનોબળ ખૂબ છે! આ ઉંમરે આ રીતે સતત વિચરણ કરવું બહુ મોટી વાત છે.'
સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું: 'બધું બળ ભગવાનનું છે. ભગવાન પ્રેરણા આપે છે એટલે બધું થાય છે. એમના વગર કાંઈ થતું નથી. ભગવાનને કર્તા માનીએ તો ભાર ન લાગે. જે થયું છે એ એમની ઇચ્છાથી થયું છે. સારું થાય કે નરસું થાય, એમને કર્તા માનીએ એટલે દુઃખ ન થાય.'
સ્વામીશ્રીએ સહજ વાર્તાલાપમાં પોતાની જીવનભાવના વ્યક્ત કરી દીધી.
તા. ૧૦-૨-૨૦૦૭, મુંબઈ
સ્વામીશ્રી સભાગૃહથી મંદિર તરફ જઈરહ્યા હતા ત્યારે રસ્તામાં એક મુમુક્ષુ કૈલાસજી અગ્રવાલે કહ્યું:‘हिन्दु साम्राज्य मे´ आपसे बडे़ आज कोर्इ नही´ है´।’
સ્વામીશ્રીએ તરત જ પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘बडे़ तो एक भगवान है´।’
કૈલાસજી કહે :'कर्इ जगह लोग एक पंखा लगाते है´, तो भी पूरे परिवार का नाम लिखवाते है´, कही´ तो लोग मूर्ति के नीचे भी अपना नाम लिखवाते है´। लेकिन आपके वहाँ मै´ने देखा, कितने मंदिर हुए, लेकिन एक भी जगह किसी का नाम नही´, केवल एक ही नाम स्वामिनारायण का। हम लोग एक फैक्टरी लगाते है´, तो भी पूरे थक जाते है´, आपने तो ७०० मंदिर किए। अद्‌भुत मंदिर! लेकिन, अभी तक कोर्इ थकान नही´ लगती है, और कोर्इ अभिमान भी नही´, और स्वस्थ।’
સ્વામીશ્રી કહેઃ ‘भगवान को सर्व कर्ता मानने से शांति रहती है। सब कार्यभगवान के प्रताप से होता है। सबमे´ प्रेरणा करने वाले भी भगवान है, ऐसा नही´ माने तो अहंकार आ जाता है।’
આજે સ્વામીશ્રીનું મૅડિકલ ચેકઅપ હતું. સૌની ભાવના હતી કે મૅડિકલ ચેકઅપના રિપોટ્‌ýસ સારા આવે. તેથી સંતોએ સ્વામીશ્રીને ઐશ્વર્ય વાપરવા અંગે કહ્યું ત્યારે સ્વામીશ્રી કહે :'ઐશ્વર્ય તો ભગવાન વાપરશે. આપણે તો એમને પ્રાર્થના કરવી, પછી એમની ઇચ્છા હોય એમ થાય. આપણા હાથમાં કશું જ નથી. બધું જ ભગવાનના હાથમાં છે.'
પૂર્ણયોગી સ્વામીએ તેઓને કહ્યું: 'બધું આપના હાથમાં છે.'
પ્રત્યુત્તરમાં પોતાના ખાલી હાથ ઊંચા કરીને બતાવતાં સ્વામીશ્રી કહે, 'આપણે તો ખાલીખમ છીએ.' એમ કહીને હળવા હાથે તાળીઓ પાડતાં કહે, 'આપણે તો ખાલીખમ છીએ. બધું ભગવાનના હાથમાં છે. આંખ, મોઢું, શરીર બધાનું સુખ ભગવાનમાં જ છે. એની આજ્ઞા પાળીએ, નિયમધર્મ પાળીએ તો એ રાજી રહે. કોઈનો દ્રોહ ન કરીએ, અભાવ-અવગુણ ન લઈએ તો એ રાજી રહે, બાકી જે કર્યું હોય એ પણ કપાતું જાય. એટલે એ સાચવવાનું. એ સાચવો તો સુખ સુખના દરિયા.'
તા. ૧૧-૨-૨૦૦૭, મુંબઈ
આજે ભોજન દરમ્યાન કોઈકે કહ્યું કે ઘણા લોકો પોતાનાં કાર્યોને સિદ્ધિ લેખાવીને જ્યાં ત્યાં એનો દાવો કરતા હોય, જ્યારે આપે આટલું બધું કર્યું છે છતાં આપ તો એમ જ કહો છો કે આપણાથી તો શેક્યો પાપડ પણ ભાંગે એમ નથી. ભગવાનથી જ બધું થાય છે. બોલો, પાપડ તો આપ એમનેમ પણ ભાંગી શકો !'
હસતાં હસતાં સ્વામીશ્રીએ કહ્યું, 'રોજ ખાતી વખતે પાપડ તો ભાંગીએ જ છીએ ને! એમાં ક્યાં પ્રશ્ન છે! પણ મૂળ ભગવાનની શક્તિ આગળ આપણે કાંઈ નથી- એ સમજણ કરવાની છે. ભગવાનની એ શક્તિનો વિચાર કરોને ! જો આપણને લકવો થઈ જાય તો ?' એમ કહેતાં સ્વામીશ્રી ઊભા ઊભા બધાં અંગ જકડાઈ ગયા હોય એવી મુદ્રા કરતાં કરતાં કહે, 'લકવો થઈજાય તો આપણે શું કરી શકવાના? હાથ આપણા સ્થિર થઈ જાય, તો પછી કયો પાપડ ભાંગી શકવાના! જે કંઈ થઈ શકે છે એ ભગવાને આપેલી શક્તિથી જ થાય છે. આપણાથી તો હાથ પણ હાલે એમ નથી. તોય લોકો અભિમાન કરે, પણ એનાથી થાય શું ?'
તા. ૧૨-૨-૨૦૦૭, મુંબઈ
આજે સ્વામીશ્રીના મૅડિકલ ચેકઅપના રિપોર્ટ્‌સ લઈને મુંબઈ અને ભારતના વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ બી. મહેતા, ડૉ. કિરણભાઈ દોશી, ડૉ. કે. એન. પટેલ વગેરે સ્વામીશ્રી પાસે આવ્યા હતા.
ત્યારબાદ ડોક્ટરોએ આપેલી સૂચનાઓ દરમ્યાન સ્વામીશ્રીની સ્વસ્થતા જોઈને ડૉ. અશ્વિનભાઈ મહેતા ખૂબ પ્રભાવિત થયા હતા. મૅડિકલ ચેકઅપ દરમ્યાન પણ તેઓ બોલી ઊઠ્યા હતાઃ 'પ્રમુખસ્વામી તો ગજબના છે ! ટેસ્ટ માટે અંદર ગયા એ પહેલાં પણ મેં તેઓના મુખ સામે જોયું હતું. તેમના મુખ ઉપર કોઈ ચિંતા જ હતી નહીં. મેં તો ભલભલા મોટાઓને ટ્રીટ કર્યા છે. આવી ક્ષણ આવે ત્યારે એમનાં મોઢાં બદલાઈ ગયેલાં જોયાં છે, ડિપ્રેશનમાં આવી ગયા હોય એવું મેં જોયું છે. જ્યારે પ્રમુખસ્વામીના મુખ ઉપર તો કોઈ ભાવ બદલાયેલા હતા નહીં !'
ડૉ. કે. એન. પટેલે સ્વામીશ્રીને આ જણાવ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું: 'ઠાકોરજી આપણી ચિંતા કરે છે. એમની જે ઇચ્છા હોય એમ થશે. કર્તા એ છે. બધાની પ્રાર્થના છે એટલે પરિણામ સારું જ આવશે.'
સ્વામીશ્રીનો આ આધ્યાત્મિક વિશ્વાસ સૌને સવિશેષ સ્પર્શી ગયો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |