Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શાસ્ત્રીજી મહારાજ દિન અને વિરાટ ભક્તિફેરી

સંસ્થા શતાબ્દી અંતર્ગત તા. ૧૩મી મે ના રોજ બી.એ.પી.એસ. સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજને અંજલિ અર્પવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા. પ્રાતઃપૂજામાં દક્ષિણ આફ્રિકાના લેનેશિયા તથા જ્હોનિસબર્ગના કિશોરો દિવ્યેશ તથા મેહુલે પંડિતજીનો વેષ ધારણ કરીને સંસ્કૃતમાં વૈદિક મંત્રોનું ગાન કર્યું. અંગ્રેજી માધ્યમમાં અને વિદેશી ભૂમિમાં રહેતા હોવા છતાં સૌનાં શુદ્ધ ઉચ્ચારણ સાંભળીને સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા અને તેઓને આશીર્વાદ આપ્યા.
આજે નૈરોબીના રાજમાર્ગો ઉપર બી.એ.પી.એસ. શતાબ્દી ભક્તિફેરી યોજાઈ. તેનો શુભારંભ સ્વામીશ્રીએ ધજા ફરકાવી કર્યો. સર્વત્ર બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના જયનાદો ગૂંજી ઊઠ્યા. આ ભક્તિફેરીમાં ૧૨ જેટલા દેશોના ૪૫૦૦ જેટલા હરિભક્તો જોડાયા હતા. મોટા ભાગે સૌએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં. પ્રારંભમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના બેનરધારીઓ, બી.એ.પી.એસ. પ્રતીક રથમાં ભગવાન સ્વામિનારાયણની ઉત્સવમૂર્તિ વિરાજિત હતી.
ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આનંદસ્વરૂપ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ સાથે હેલિકૉપ્ટરમાં વિરાજીને મંદિર, ઠાકોરજી અને ભક્તિફેરી ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
ભક્તિફેરીમાં અહીંના યુવકબૅન્ડ દ્વારા 'જામ્બો જામ્બો બાના....' સહિતની સ્વામિનારાયણ મહામંત્રની ધૂનો વાતાવરણમાં ગુંજી રહી હતી. ભક્તિફેરી માટે ફર્સ્ટ પાર્કલૅન્ડ વિસ્તારના મુખ્ય રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. જયનાદો સાથે યુવકો, વડીલો સહિત સૌ વિવિધ કીર્તનોના તાલે ઝૂમતા હતા. પ્રત્યેõõકના હાથમાં બી.એ.પી.એસ.નો નાનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો. વળી, આફ્રિકાના દેશોમાં જ્યાં જ્યાં સત્સંગ છે એ દેશોના ધ્વજ પણ શોભી રહ્યા હતા. સૌની પાછળ પરંપરાગત રીતે કળશધારી મહિલાઓ કીર્તનો ગાઈ રહી હતી. લગભગ અઢી કિલોમિટરની આ ભક્તિફેરી પટ્ટણી સમાજના સભાગૃહમાં વિરમી. અહીં સોની સમાજના આગેવાનોએ સૌની સ્વાગત-સરભરા કરી.
સાંજે સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના આદ્ય સ્થાપક અને પ્રાણ સમા શાસ્ત્રીજી મહારાજને અંજલિ અર્પવા અદ્‌ûભુત કાર્યક્રમ રજૂ થયો. 'શાસ્ત્રીજી મહારાજ વરતાલથી ઉપાસના કાજે નીકળ્યા' એ સંવાદ અંતર્ગત 'ગામોગામે ઘૂમે સંતો'; 'હૈયામાં આનંદ અતિ ઊભરાય' વગેરે નૃત્ય પણ થયાં. આફ્રિકાનાં ઘણાં કેન્દ્રોમાંથી આવેલા યુવકોએ આ સંવાદ અને ભાવાંજલિમાં ભાગ લીધો. છેલ્લે યોગીપ્રેમ સ્વામીના કંઠે ગવાયેલ 'સ્વામી યોગીની રૂડી જોડલી રે' કીર્તન સાથે હરિભક્તોએ મુજરા કર્યા. આજની સભામાં ભારત સરકારના માજી પર્યાવરણ મંત્રી અને વર્તમાન સાંસદ સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત હતા. અંતમાં સ્વામીશ્રીએ આશીર્વચન દરમ્યાન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને વાક્‌પુષ્પાંજલી અર્પી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |