Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાલ-કિશોર-યુવક દિન

તા. ૧ સપ્ટેમ્બરે બાલ-કિશોર-યુવા દિન યોજાયો. આજે વિશ્વભારતી ફાઉન્ડેશનના મુનિ શ્રી લોકેશજી તેમજ ટોયોટા કંપનીના જાણીતા વેપારી ડેવિડ શૂમેકર પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. તેમણે વિશ્વવિખ્યાત 'ટાઇમ મૅગેઝિન'માં બી.એ.પી.એસ.ના કાર્યની પ્રસંશા કરતો લેખ લખ્યો હતો. તે અંક સ્વામીશ્રીને અર્પણ કર્યો.
કેરલટન સિટીનાં મહિલા મેયર બેકી મિલરના પતિએ તથા અહીંની વિધાનસભાના ધારાસભ્ય લીંડા હાર્પર બ્રાઉનના પતિ લીલ બ્રાઉને સ્વામીશ્રીને પ્રોક્લેમેશન તથા 'કી ટુ ધ સિટી' અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આજે યોજાયેલા મહિલા કન્વેન્શનમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત આ મહિલા મેયરોનું સન્માન મહિલા કાર્યકરોએ કર્યું. સાંજની સભામાં સ્વામીશ્રીના આશીર્વાદ પછી વડીલ સંતોએ ઠાકોરજીનું પૂજન કર્યું.
સ્વામીશ્રી અને સંતોની વિદાય બાદ મહિલાઓએ હરિકૃષ્ણ મહારાજની તુલાવિધિ કરીને વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |

www.swaminarayan.org
Copyright © 1999-2011, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith.
All Rights Reserved.                              Privacy Policy   |  Terms & Conditions