Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંસ્થાનું જોડાણ

તા. ૧૨-૦૫-૨૦૦૮ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસચાન્સેલર શ્રી પંકજભાઈ જાની તથા યુનિવર્સિટીના સલાહકાર મંડળના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ નાણાવટી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. પ્રાતઃપૂજા બાદ વાઈસ ચાન્સેલરશ્રીએ પ્રવચનમાં જણાવ્યું કે 'યુનિવર્સિટીમાં સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય એનું સુદૃઢીકરણ થાય અને યોગ્ય નાગરિકનું નિર્માણ થાય એ માટે હું પૂજ્ય પ્રમુખસ્વામીના આશીર્વાદ લેવા માટે આવ્યો છુ _. આનંદની વાત એ છે કે આ બી.એ.પી.એસ. સંસ્થાનું સંશોધન કેન્દ્ર આર્ષ હવેથી સોમનાથ યુનિવર્સિટીને માર્ગદર્શન આપશે. આ સંસ્થા યુનિવર્સિટી સાથે જોડાય છે એનું મને ગૌરવ છે.' એમ કહીને બી.એ.પી.એસ. સંસ્થાના આર્ષના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથેના જોડાણનો અનુમતિપત્ર તેમણે સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કર્યો હતો. સ્વામીશ્રીએ શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |

www.swaminarayan.org
Copyright © 1999-2011, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith.
All Rights Reserved.                              Privacy Policy   |  Terms & Conditions