Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા-પૂર્વવિધિ

સારંગપુરમાં સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા વિવિધ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા-પૂર્વવિધિ તથા ખાતવિધિ કરવામાં આવ્યા હતા.
સુરત વિસ્તારમાં આવેલા અમરોલી ગામની નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ પણ તા.૨૧-૫-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીના કરકમળો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમરોલીના અગ્રણી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિરના મુખ્ય દાતા શ્રી સુનીલભાઈ તથા તેમના સ્નેહીઓની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધિ કરીને સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા હતા.
આ દરમ્યાન વલ્લભીપુર હરિમંદિરનો ખાતવિધિ કરવામાં આવ્યો હતો. સાથે સાથે, સારંગપુર મંદિરમાં ગણપતિના ખંડમાં પધરાવાયેલા જૂના શિવલિંગના સ્થાને નવા શિવલિંગની પણ પ્રતિષ્ઠાવિધિ સ્વામીશ્રીએ કરી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |