Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ

જનજનનાં કલ્યાણ માટે સતત વિચરતા રહેતા પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ ખાતે અક્ષરમંદિરમાં સત્સંગનો દિવ્ય લાભ આપીને તા. ૪-૧૧-૨૦૦૮ના રોજ તીર્થરાજ બોચાસણમાં પધાર્યા હતા. બોચાસણ પધારતાં પૂર્વે સ્વામીશ્રીએ લીંબડી ખાતે નિર્માણાધીન મંદિરે દર્શન લાભ આપ્યો હતો. તા. ૪-૧૧-૨૦૦૮ થી તા. ૧૫-૧૧-૨૦૦૮ દરમ્યાન સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં તીર્થરાજ બોચાસણમાં સત્સંગની વસંત મોહરી ઊઠી હતી. સંતો-હરિભક્તોએ ગુરુહરિના આગમનને ઉમળકા-ભેર વધાવ્યું હતું. સ્વામીશ્રીએ પ્રબોધિની એકાદશી તથા દેવદિવાળી ઉત્સવોની અદ્‌ભુત સ્મૃતિ આપી હતી. દેવદિવાળી પર્વે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ૧૪,૦૦૦થી પણ વધુ હરિભક્તો-ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીએ સોજિત્રા, દંતેલી, પોરડા, વલાસણ, બાકરોલ, રણોલી, બદલપુર અને ભાદરણીયા ગામનાં નૂતન મંદિરોની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |