Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નૂતન સિંહાસન પૂજનવિધિ

તા. ૨૬-૪-૦૯ના રોજ દાદર ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સુવર્ણરસિત સિંહાસનોનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરી સ્વામીશ્રીએ મુંબઈના હરિભક્તોની સેવા-સમર્પણ ભાવનાને બિરદાવી હતી. વહેલી સવારથી જ ઉત્સવમય વાતાવરણમાં ઠાકોરજીના સુવર્ણરસિત સિંહાસનોના પૂજનની પૂર્વ-વિધિનો આરંભ થઈ ચૂક્યો હતો. મંગળા આરતી બાદ ત્યાગવલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં યોગી સભાગૃહમાં આ પૂજનવિધિ નિમિત્તેની મહાપૂજા આરંભાઈ હતી.
પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રીએ મંદિરના ત્રણેય ખંડોમાં બિરાજમાન ઠાકોરજીની ચલમૂર્તિઓનું પૂજન કરી નૂતન સુવર્ણરસિત સિંહાસનોનું વેદોક્ત-વિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. ઠાકોરજીના ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી સ્વામીશ્રી યોગીસભાગૃહમાં પધાર્યા. યોગીસભાગૃહમાં પધારી સ્વામીશ્રીએ મહાપૂજાવિધિનો ઉત્તરવિધિ સંપન્ન કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |