Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળદિન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં તા. ૧૧-૭-૨૦૧૦ના રોજ યોજાયેલી રવિસત્સંગ સભા બાળદિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. સભામાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'દિલ્હી કે બાલકોંને હમારે સામને સંવાદ પ્રસ્તુત કિયા. યોગી બાપા કા કિતના બડા સંકલ્પ થા કિ બાલકોં મેં સત્સંગ હો, યુવકો મેં સત્સંગ હો, હરિભક્તો મેં સત્સંગ હો, સબ જગહ હમારે મંદિર હો. ઉનકે સંકલ્પ સે દેશ-પરદેશ મેં સબ જગહ મંદિર હુએ હૈં ઔર હો રહે હૈ. જોગી બાપા કે સંકલ્પ, ભગવાન કે સંકલ્પ હૈ. વહ સત્સંગ ખૂબ બઢે એસી પ્રાર્થના દેરી મેં હરદિન કરતે થે. સ્વામી કી ઇચ્છા સે યહાઁ અક્ષરધામ બન ગયા.  દેશ-પરદેશ સે કંઈ લોગ યહાઁ આતે હૈં, દર્શન કરતે હૈં ઔર ઉસકા સંકલ્પ સિદ્ધ હો જાતા હૈ.
જબ ભગવાન કે ધારક સંત મિલે તો સારે કામ હો જાતે હૈ. ભાગવત, રામાયાણ, વેદ, ઉપનિષદ સબ મેં લિખા હૈ કિ સચ્ચે સંત મિલે તબ કામ હોતા હૈ. અક્ષર-પુરુષોત્તમનું જે સનાતન સત્ય જ્ઞાન છે એની પ્રવૃત્તિ થઈ છે અને આજે હજારો માણસો કાર્ય કરે છે. ભગવાન કી કૃપા સે યહ લાભ હમે મિલા હૈ. યહાઁ કે બાલકોં ને બહુત અચ્છા સંવાદ પ્રસ્તુત કિયા ઔર ઉપનિષદ, ભાગવત, રામાયણ મેં કૈસે કૈસે પ્રસંગ હૈ વો સબ આજ હમેં દિખલાયા.
આપણી સંસ્કૃતિ પહેલેથી જ સમજાવે છે કે મા-બાપને પગે લાગવું, એમની આજ્ઞા પાળવી, અભ્યાસ સારો કરવો. પરંતુ અત્યારે બધે રજોગુણ થઈ ગયો છે, કારણ કે સવગડો એવી વધી છે. નાટક-સિનેમા, મોજશોખ અને પાર્ટીઓ બધું વધી ગયું છે. કોઈ પૂછે ક્યાં ગયા હતા ? તો કહે પાર્ટીમાં. આજે મા-બાપ પાસે પણ બાળકો માટે સમય હોતો નથી, કે જે આપણી મૂળ સંસ્કૃતિ ધર્મની વાત બાળકોને સમજાવેõ.
આજે યુવકો પરદેશથી અહીં આવીને બેઠા છે, સત્સંગ કરે છે. આજના યુવકોને તો વૅકેશન પડે એટલે ચારે બાજુ ફરવાનું ને પૈસા વાપરવાના એવું હોય, પણ આ સૌ યુવકોને સત્સંગ થયો છે. નહીંતર આફ્રિકા, અમેરિકા, લંડન એ બધા રજોગુણી દેશોમાં યુવાનોને મંદિરમાં જવાનું ગમે નહીં, પૂજા કરવી ગમે નહીં, આ વાત સાંભળવી ગમે નહીં. છતાં દર વરસે લંડન-અમેરિકા બધેથી યુવકો સમૂહમાં આવી પંદર દા'ડા, મહિનો ભારત આવે છે ને મંદિરોમાં રહીને સત્સંગ કરે છે.
સત્સંગ મળ્યો તો અવળો રસ્તો હતો,  તો સવળો થઈ ગયો. જોગી મહારાજે સત્સંગમંડળો સ્થાપ્યાં છે તો સત્સંગ વધ્યો છે, સત્સંગીઓ વધ્યા છે. વ્યસન-દૂષણ મૂકીને લોકો સારા રસ્તે ચાલતા થયા છે.
શ્રવણનાં માતાપિતા અંધ હતાં. અંધ માતા કહે કે 'મારે જાત્રા કરવી છે.' શ્રવણ એવા ભક્ત હતા તો કાવડમાં બેસાડીને માતા-પિતાને બધાં તીર્થોમાં દર્શન કરાવ્યાં. આ સંસ્કાર અને સંસ્કૃતિ સાચવવી એ આપણી ફરજ છે. નોકરી-ધંધો કરો, પરદેશ જાવ, બધું જ કાર્ય કરો પણ મૂળ વાત ભુલાવી ન જોઈએ. આત્માનું કલ્યાણ કરવાનું છે એ ભૂલવું ન જોઈએ. જોગી મહારાજે મંડળો સ્થાપ્યાં ને સંસ્કૃતિ સચવાય છે તો આજે કેટલા યુવકો તૈયાર થયા છે !
તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌ વધારે ને વધારે સુખિયા થાય, સૌના જીવનમાં ભગવાન ને સંતનું પ્રધાનપણું રહે અને સારી રીતે ભક્તિ થઈ શકે એ મહારાજ-સ્વામીને પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |