Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નવસારીમાં આગમન

સાંકરીથી ભક્તિભાવપૂર્વક વિદાય લઈ સવારે ૧૦-૪૦ વાગે સ્વામીશ્રી નવસારીના આંગણે પધાર્યા ત્યારે બી.એ.પી.એસ. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો હરિભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાના જયનાદોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. 'મારે આંગણ સ્વામી પધાર્યા' એ ભક્તિગીતના તાલે યુવકો નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવી રહ્યા હતા. સૌનું અભિવાદન સ્વીકારી સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અહીં મંદિરના કોઠારી નરેન્દ્રપ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી) તથા પૂજારી વિવેકવલ્લભ સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીને સત્કાર્યા. હજારો હરિભક્તોને સમીપ દર્શનનું સુખ આપી સ્વામીશ્રી નિજ નિવાસે પધારી રહ્યા હતા તે દરમ્યાન પણ ગમનપથની બંને બાજુએ બાળકોએ નૃત્ય દ્વારા સ્વામીશ્રીને આવકાર્યા હતા.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |