Annakut 2007
 

જ્યારે મધ્ય મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ બિરાજ્યા....

તા. ૧-૧૨-૧૯૦૬, સં.૧૯૬૩ માગશર વદ ૧ના દિવસે બોચાસણ મંદિરના પાયા ખોદવાનો પ્રારંભ થયો હતો. આ દિવસને માત્ર અને માત્ર સવા છ મહિના વીત્યા ત્યાં જ સં.૧૯૬૨ વૈશાખ વદ ૧૦, તા.૫-૬-૧૯૦૭ના રોજ બોચાસણને આંગણે ફરી એક વાર વેદિયા વિદ્વાનોના મંત્રોચ્ચાર અને મંગળ ગીતો ગુંજવા લાગ્યાં. યજ્ઞની ધૂમ્રસેરોથી બોચાસણનું આકાશ છવાઈ ગયું.
આ મંગલમયતાનું કારણ હતું- અક્ષરપુરુષોત્તમ મંદિરનો પ્રતિષ્ઠાવિધિ! હા, માત્ર સવા છ મહિનાના ટૂંકા ગાળામાં તથા નાણાં, મા'ણા, પાણા અને દાણાની સખત તંગી વચ્ચે શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનાં શિખરોને ગગનગામી કરી દીધાં હતાં. ભગવાન સ્વામિનારાયણે કાશીદાસને આપેલું વચન પરિપૂર્ણ કરી દીધું હતું! આ પૃથ્વી પર સૌપ્રથમ વાર અક્ષરપુરુષોત્તમ મહારાજને મધ્ય મંદિરમાં પધરાવી અનેક મુમુક્ષુઓ માટે અક્ષરધામની વાટ ખુલ્લી કરી દીધી હતી!
શાસ્ત્રીજી મહારાજનું ઐશ્વર્ય અને દાસત્વ દર્શાવતી પ્રતિષ્ઠાની એ મંગલમય ઘડી સંપ્રદાયના ઇતિહાસમાં આજેય અમરપૃષ્ઠ બની ઝ ળહળી રહી છે.