Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

'સ્વામીજી! આપ તો સારી દુનિયા કો દેખતે હો..': ચીફ આૅફ માર્શલ એસ. કે. જૈન

તા. ૧૭ ડિસેમ્બર, ૦૫ના દિવસે ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના દક્ષિણપૂર્વના ચીફ ઍર માર્શલ એસ. કે. જૈન સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ તેઓને હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું. અને દેશની રક્ષાના આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ ભારતના જુદાં જુદાં ક્ષેત્રના ૧૬ ઍરમાર્શલમાં સૌથી સિનિયર છે. દક્ષિણ પૂર્વનો કમાન્ડ તેઓના હાથમાં છે. મોટાભાગની પાકિસ્તાની બૉર્ડર તેઓએ સંભાળવાની હોય છે. વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રીએ આ અંગે તેઓને કહ્યું કે, ‘सारे पा••स्तािन •è बोर्डर आप •ð  अंडर मे´ है।’ ત્યારે જૈન સાહેબ અહોભાવ સાથે બોલી ઊઠ્યા હતા કે, ‘यह तो छोटा सा है, प्रमुखस्वामी! आप तो सारी दुनिया •ô देखते हो।’ વળી તેઓના અનુભવની વાત કરતાં કહ્યું, '•र्इ सालों से मै´ देखता आया हूँ •• जिब भी देश मे´ आपत्ति आती है, वो चाहे त्सुनामी •è हो या भूचाल •è। दो संस्था सबसे पहले मदद मे´ आती है। ए• तो भारतीय वायु सेना। वह तो अपने जहाज से पहुँच जाती है, उस•ð  बाद सहायता •ð  लिये जो सेवाभावी संस्था पहले आती है, वो आप •è बी.ए.पी.एस. स्वामिनारायण •è संस्था है। वह पहले ही पहुँच जाती है। मै´ने खुद देखा है, १९८२ से मै´ देखता आया हूँ जब जामनगर और जूनागढ •ð  बीच बाढ़ आर्इ थी। मांगरोल वगैरह जगह पर रिलीफ •ð  लिए मुझे र्इन्चार्ज बनाया गया था। उस टार्इम भी मै´ने खुद देखा था। हम हेलि•ôप्टर पर बैठे थे। उस समय आप•ð  स्वयंसेव• और संत लोग आ पहुँचे थे।’
તા. ૧૮ ડિસેમ્બરને રવિવારની સાયંસભામાં સ્વામીશ્રીના દર્શનનો લાભ લેવા હજારો હરિભક્તો અક્ષરધામ ખાતે પધાર્યા હતા.
આજે ઉપરનો હૉલ તથા નીચેનો હૉલ પણ ચિક્કાર હતો. રવિસભામાં ગાંધીનગર સિવાય અમદાવાદથી પણ હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી અક્ષરધામ શિશુ તથા બાળસેવકમંડળે 'અક્ષરની ઓળખાણ' નામક એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. છેલ્લે આનંદની અવધિરૂપે પંચાળાનો રાસ બાળકોએ રજૂ કર્યો હતો.
ત્યારબાદ વિવિધ સત્સંગમંડળોએ શ્રદ્ધાપૂર્વક બનાવેલા વિવિધ હાર સંતોએ સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કરીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું.
ચૈતન્યસ્વરૂપ સ્વામીએ 'ભગવાન સૌનું ભલું કરો...' એ કીર્તનનું ગાન કર્યું હતું. કીર્તનના સંદર્ભને ધ્યાનમાં રાખતાં, આશીર્વચનોમાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે, 'યોગીજી મહારાજની જીવનદૃષ્ટિ નજર સમક્ષ રાખીને ચાલવાનું છે. આપણા અવગુણો કાઢવાના છે. બીજાના અવગુણો જોવા આવ્યા જ નથી. એ અવગુણની વાત કરવાની પણ જરૂર નથી. જો યોગીજી મહારાજની ભાવના સમજ્યા હોઈએ તો આ સમજાય જ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણો જન્મ અક્ષરરૂપ થવા માટે થયો છે.
આપણે પણ દૃષ્ટિ એક ભગવાન સામે જ. નટ દોરડે ચઢે ને ચાલે, પણ દોરડા સામું જ દૃષ્ટિ હોય- થોડા પૈસા કમાવા માટે એ કેટલું બધું બૅલેન્સ અને એકાગ્રતા રાખે છે! તેમ આપણે પણ અહીં બેઠા પછી બીજોે સંકલ્પ આવવો જ ન જોઈએ. કથાવાર્તા કીર્તનમાં જ મન રહેવું જોઈએ, કારણ કે આપણે અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવા આવ્યા છીએ. તેમાં બીજે ક્યાં પૂછ પૂછ કરવું? દુનિયાના તમાશા ક્યાં જોવા આવ્યા છો? એક યોગીજી મહારાજની ભાવના સામે જુઓ. અક્ષરધામમાં જવાનું નિશાન મૂકી દઈએ છીએ એટલે મુશ્કેલી આવે જ. સર્વ સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર થાય તો જ મૂર્તિ સિદ્ધ થાય. એકાગ્રતાથી જ સિદ્ધિ મળે છે.
સંસાર, વ્યવહાર, ખેતી જે કરીએ તે એકાગ્રતાથી કરે તો કામ થાય. ધંધામાં બેઠા હોય તો ધંધામાં ધ્યાન આપવું જોઈએ તો કામ થાય, તેમ ભજનમાં બેઠા તો ભજનમાં ધ્યાન આપવું જોઈએ. તે વિના બીજી વાતો નવરા થઈને કર્યા કરીએ તો કામ ન થાય. માટે એકાગ્ર થઈને યોગીજી મહારાજની આ શુદ્ધ ભાવનાઓ દૃઢ કરવી છે. એમને રાજી કરવા આવ્યા છીએ. વ્યવહાર-સંસાર ભલે કરીએ, પણ ભગવાનમાં વૃત્તિ રહેવી જોઈએ. યોગીજી મહારાજની ભાવના જીવનમાં દૃઢ થાય ને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય તે આશીર્વાદ.'
ગાંધીનગરમાં સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન ગાંધીનગર ગ્રામ્ય તેમજ અમદાવાદ શહેરના હરિભક્તોએ સવાર-સાંજ સત્સંગલાભ લીધો હતો. સ્વામીશ્રીના અલ્પાહાર અને ભોજન દરમ્યાન ગાંધીનગર બાળકાર્યકરો તેમજ સત્સંગપ્રવૃત્તિ કાર્યકરોએ પોતાનાં ક્ષેત્રોના બાળકો-યુવકોનાં નિયમપાલન, સત્સંગ નિયમિતતા વગેરેની વાતો કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |