Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાદરામાં શિખરબદ્ધ મંદિરનું સ્તંભારોપણ કરતા સ્વામીશ્રી

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાગટ્યભૂમિ ભાદરા(ગુણાતીતનગર) ખાતે તેઓના જન્મ સ્થળ પર કલામંડિત શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરીને પ્રમુખસ્વામી મહારાજ એ મહાપ્રાસાદિક તીર્થનું નવીનીકરણ કરી રહ્યા છે. તાજેતરમાં તા. ૧૮-૦૪-૨૦૦૬ થી તા. ૨૧-૦૪-૦૬ દરમ્યાન અહીં બિરાજીને સ્વામીશ્રીએ આ પ્રદેશના ભક્તોને આધ્યાત્મિક લાભ આપ્યો હતો અને સાથે સાથે તા. ૨૧-૦૪-૦૬ના રોજ અહીં થઈ રહેલા શિખરબદ્ધ મંદિરની કણપીઠના પત્થરનું અને સ્તંભની કુંભીનું વેદોક્તવિધિપૂર્વક સ્થાપન કર્યું હતું.
અહીં યોજાયેલી ત્રિદિવસીય પારાયણમાં સવાર-સાંજ લાભ આપ્યા બાદ તા. ૨૧-૪-૨૦૦૬ના રોજ પૂર્ણાહૂતિ સભામાં આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ''ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો કઠણ છે. કારણ કે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને આવે ત્યારે આપણા જેવા હોય, આપણી જેમ બોલે, ચાલે, બેસે પછી આપણને ક્યાંથી ખબર પડે કે આમાં આટલી સામર્થી છે ! જે ભક્ત થાય છે, ભગવાનનો મહિમા સમજે છે, એને ભગવાનનું સુખ આવે છે. જ્યાં સુધી દેહભાવ છે, ત્યાં સુધી ભગવાનના સાચા સ્વરૂપનાં દર્શન થતાં નથી, પણ દેહભાવ ટળે તો થાય.
શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા, શા માટે? આપણો દેહભાવ, માયાનો ભાવ ટાળવા માટે ને શુદ્ધ બ્રહ્મરૂપ કરી ભગવાનનું સુખ આપવા પૃથ્વી પર આવ્યા છે, એ જીવમાં સમજાય તો અંતરે શાંતિ રહે ને આ સંસારનાં બંધનો પણ દૂર થાય.''

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |