ચેન્નાઈની સત્સંગયાત્રાએ પ્રમુખસ્વામી મહારાજ  
         દક્ષિણ  ભારતના દરિયાકિનારે આવેલા દેશના પ્રમુખ શહેરોમાંના એક ચેન્નાઈમાં તા. ૨૩-૮-૦૬ના રોજ  પધારીને એક સપ્તાહ સુધી પ્રમુખસ્વામી મહારાજે સત્સંગલાભ આપ્યો હતો. સૌ પ્રથમવાર આ શહેરમાં  યોગીજી મહારાજ સાથે સ્વામીશ્રી અને સંતમંડળે સને ૧૯૫૩માં અહીં પદાર્પણ કર્યું હતું.  ત્યારપછી સ્વામીશ્રી અહીં સાત વખત પધારી ચૂક્યા છે. સંતો તેમજ અહીં સ્થાયી થયેલા સંનિષ્ઠ  હરિભક્તોના પુરુષાર્થના પરિપાકરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું  છે. ત્યારથી દિન પ્રતિદિન સત્સંગની સવિશેષ અભિવૃદ્ધિ થઈ રહી છે. સંતો દ્વારા આયોજિત  સત્સંગપ્રવૃત્તિમાં બાળકો અને યુવાનો સહિત વડીલ હરિભક્તો નિયમિત ભાગ લે છે. સ્વામીશ્રીના  સાંનિધ્યમાં ચેન્નાઈમાં આ હરિભક્તોમાં ભક્તિનું એક વિશેષ મોજુ ફરી વળ્યું હતું. ચેન્નાઈની  સાથે સાથે પોંડિચેરીમાં પણ સત્સંગની અભિવૃદ્ધિ થઈ રહી છે. 
                  
         |