Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શ્રી હરિકૃષ્ણ મહારાજ તુલસીતુલા ઉત્સવ

ચેન્નાઈમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં તા. ૨૯-૮-૦૬ના રોજ સ્થાનિક હરિભક્તોએ પોતાની ભક્તિ અદા કરતા શ્રી હરિકૃષ્ણ મહારાજનો તુલસીતુલા ઉત્સવ ઊજવ્યો હતો. ચેન્નાઈ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બાળકો અને યુવકોએ શ્રી હરિકૃષ્ણ મહારાજની શોભાયાત્રા કાઢી ઉત્સવને રંગ આપ્યો હતો. આબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ તુલામાં બિરાજમાન ઠાકોરજીને પોતાની ભક્તિસેવાના પ્રતીકરૂપે તુલસીપત્ર અર્પણ કર્યું હતું.
સ્વામીશ્રીએ આશિષ આપતાં કહ્યું, ''અનેક જીવોનું કલ્યાણ થાય અને ભક્તોના મનોરથ પૂરા થાય એ માટે ભગવાન પૃથ્વી પર પધારે છે. ભગવાન તો અક્ષરધામમાં બેઠાં બેઠાં પણ કલ્યાણકરી શકે છે, દરેકના મનોરથ પૂર્ણ કરી શકે, દરેકનું રક્ષણ પણ કરી શકે, તો પૃથ્વી પર આવવાની એમને જરૂર શું છે? અને જો પૃથ્વી પર આવીને જ કલ્યાણકરી શકે તો એટલું અસમર્થપણું કહેવાય. ભગવાન તો સમર્થ છે. એ તો સંકલ્પમાત્રે બ્રહ્માંડોની ઊથલપાથલ કરી શકે. પરંતુ ભગવાન પૃથ્વી પર પોતાના પ્રત્યક્ષ સ્વરૂપનું સુખ આપવા માટે દરેક મનુષ્યની ઇચ્છાઓ, સંકલ્પ પૂરા કરવા માટે પધારે છે. ભગવાનના પ્રેમી ભક્તો કે જેને ભગવાનમાં અનન્ય લગની લાગી છે એને એમ થાય કે 'ભગવાનને જમાડું, હાર પહેરાવું' એવી ભક્તિભાવના હોય, એ મનોરથ પૂરા કરવા ભગવાન પૃથ્વી પર આવે છે. ભગવાનને કશું જોઈતું નથી. એમને કોઈઇચ્છા-સંકલ્પ નથી. એ તો દિવ્ય, દિવ્ય ને દિવ્ય છે. 'પત્રં પુષ્પં ફલં તોયમ્‌'થી પણ એ રાજી થાય છે. ભગવાન ભક્તિભાવથી રાજી થાય છે. ‘भकत्या तुष्यति •ðवलं, न तु गुणैः भकितप्रियो माघवः।’ ભક્તિથી ભગવાન રાજી થાય છે. ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ. આપણા ગુણો, આવડત, બુદ્ધિથી ભગવાનની પ્રસનન્તા નથી થતી.''

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |