Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજ

જનજનનાં કલ્યાણ માટે સતત વિચરતા રહેતા પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ ખાતે અક્ષરમંદિરમાં ૧૦ દિવસ સુધી સત્સંગનો દિવ્ય લાભ આપીને તા. ૧-૨-૨૦૦૭ના રોજ સાંજે એક સપ્ïતાહ માટે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ પધાર્યા હતા. સૌરાષ્ટ્રની આ ઉદ્યોગનગરીમાં કાલાવડ રોડ પર આવેલો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો વિશાળ પરિસર પ્રમુખસ્વામી મહારાજની એક અનોખી ભેટ છે. સંતોના સાંનિધ્યમાં હજારો આબાલવૃદ્ધ સ્ïત્રી-પુરુષો આ મંદિરની છત્રછાયામાં આધ્યાત્મિક પ્રેરણાનાં અમૃત પીવે છે. સ્વામીશ્રીને વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. મંદિરના મુખ્ય રસ્તા ઉપર બંને બાજુ એ ઊભેલા પાઘડીધારી હરિભક્તો તથા દીપ લઈને ઊભેલા યુવકો, કિશોરો તથા બાળકોએ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીના અહીંના રોકાણ દરમ્યાન નિત્યપૂજા તથા સંધ્યા સત્સંગસભામાં રોજ હજારો ભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું રહ્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય 'ભગવદûગીતા વ્યાખ્યાનમાળા' તેમજ અન્ય કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં થયેલા કાર્યક્રમોની એક સંક્ષિપ્ત ઝલક...
નૂતન સભાગૃહનું ઉદûઘાટન
તા. ૧-૨-૨૦૦૭ના રોજ સ્વામીશ્રીએ રાજકોટના બી.એ.પી.એસ. મંદિરના પરિસરમાં બંધાયેલા નૂતન સભાગૃહનું વિધિવતû ઉદûઘાટન કર્યું હતું. ૮,૦૦૦ જેટલા હરિભક્તોને સમાવતો આ વિશાળ સભાગૃહ અન્ય ઘણી આનુષંગિક સુવિધાઓથી સજ્જ છે. પ્રથમ દિવસે સભાગૃહ છલકાઈ ઊઠ્યો હતો. આજે અહીં યોજાયેલી સ્વાગતસભામાં રાજકોટ બી.એ.પી.એસ. સત્સંગ મંડળનાં બાળકો, યુવકો તથા હરિભક્તોએ સ્વાગત નૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીને વધાવ્યા હતા. કોઠારી યોગીસ્વરૂપ સ્વામી તથા અગ્રણી હરિભક્તોએ સૌ વતી સ્વામીશ્રીને પુષ્પહારથી સત્કાર્યા હતા. સ્વાગતસભા સાથે જ વિવેકસાગર સ્વામીએ એક સપ્ïતાહ સુધી ચાલનારી શ્રીમદûભગવદûગીતા વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો હતો.
'સત્પુરુષદિન'ની ઉજવણી
તા. ૨-૨-૦૭ના રોજ રાજકોટના નૂતન સભાગૃહમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંધ્યા સત્સંગસભામાં 'સત્પુરુષ દિન'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન આૅફ ઇન્ડિયાના ચૅરમૅન આર. જયરામન્‌, રાજકોટના મેયર ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન ઉદયભાઈ કાનગઢ, શિક્ષણ સમિતિના ચૅરમૅન માવજીભાઈ ડોડિયા તથા શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. યુવકોએ એક પ્રાસંગિક પરિસંવાદ રજૂ કર્યો હતો.
તા. ૩-૨-૨૦૦૭ના રોજ સાંજે ચૅમ્બર્સ આૅફ કોમર્સના પ્રમુખ હિતેશભાઈ તથા આર્ષગુરુકુલમ્‌ના સેક્રેટરી પરમાત્માનંદજી અને પ્રવીણભાઈ મણિયારે આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાઅનુભવી હતી.
આધ્યાત્મિકતાના જ્યોતિર્ધર
તા. ૪-૨-૨૦૦૭ના રોજ સ્વામીશ્રીનાં દર્શને રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળા પધાર્યા હતા. આજની રવિવારીય સંધ્યા સત્સંગસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કમલેશભાઈ જોષીપુરા, પ્રોવાઈસ ચાન્સેલર કલ્પકભાઈ મણિયાર, સિન્ડીકેટના મૅમ્બર નેહલભાઈ શુક્લ તથા ભરતભાઈ રામાનુજ વગેરે ઉપસ્થિત હતા. વાઇસ ચાન્સેલર કમલેશભાઈ જોષીપુરાએ પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું:
'આધ્યાત્મિકતાની તેજસ્વિતા સાક્ષાત્‌ સ્વરૂપે જ્યારે અહીં મોજૂદ હોય ત્યારે પહેલાં તો એમનાં ચરણોમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી પ્રાર્થના કરીએ છીએકે અમે સરસ્વતીની આરાધના વધારે ને વધારે કરી શકીએ. આજે યુનિવર્સિટીમાં બીજા વિષયો તો ભણાવવામાં આવે છે, પણ નીતિ, ધર્મ, સત્ય, સદાચાર, દેશભક્તિ, સમાજના સુખે સુખી થવું, પરિવારભાવના એ બધું સાચા અર્થમાં તો અહીં શીખવવામાં આવે છે. અમે પ્રમુખસ્વામી મહારાજમાંથી સતત પ્રેરણા લેતા રહીએ છીએ. એમણે કેવળ ભારત જ નહીં, વિશ્વમાં પણ વિજય કર્યોછે. આવા આધ્યાત્મિકતાના જ્યોતિર્ધર વિદ્યમાન છે એ આપણું સદ્‌ભાગ્ય છે.'
આજે બી.એ.પી.એસ. યુવકમંડળના યુવકોએ સુંદર રીતે 'સંવેદના' પરિસંવાદ રજૂ કર્યો હતો. વાલી અને સંતાનો વચ્ચે ચાલતા મનોવિગ્રહની વાતો આ સંવાદમાં રજૂ થઈ હતી.
સમૂહ વર્તમાનધારણવિધિ
તા. ૫-૨-૨૦૦૭ના રોજ પ્રાતઃપૂજામાં મંચ પર કળશપૂજન કરવામાં આવ્યું હતું. ૫૦થી વધારે કળશની શોભા અદ્‌ભુત હતી. સ્વામીશ્રીએ પ્રત્યેક કળશમાં પુષ્પો પધરાવીને કળશપૂજન કર્યું હતું.
સાંજે સમૂહ વર્તમાનધારણવિધિમાં ૬૦૦થી વધારે નવજાત શિશુઓથી માંડીને નવા મુમુક્ષુઓને સ્વામીશ્રીએ વર્તમાન ધારણ કરાવ્યાં હતાં.
આજે સંધ્યા સત્સંગસભામાં શહેરના પોલીસ કમિશનર શ્રી કે. નિત્યાનંદમ્‌ તથા આઈ.એ.એસ. અધિકારી શ્રી વિક્રાંત પાંડે અને ગ્રેટર રાજકોટ ચૅમ્બર્સ આૅફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ શ્રી રજનીભાઈ બાવીસી સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા.
બાળદિન-સંસ્કારદિન ઉજવણી
તા. ૬-૨-૨૦૦૭નો દિવસ સંપર્ક દિન તરીકે ઊજવવામાં ïઆવ્યો હતો.
તા. ૭-૨-૨૦૦૭ના રોજ ગુરુપૂજન સમારોહ નિમિત્તે  સ્વામીશ્રીની નિત્યપૂજાની સાથે મહાપૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાગ લેવા રાજકોટ ઉપરાંત મોરબી, વાંકાનેર તેમજ આજુ બાજુ નાં  ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા. મહાપૂજાના અંતે સ્વામીશ્રીએ મંત્રપુષ્પાંજલિ કરી સર્વે હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા. સ્વામીશ્રીએ જેતપુર મંદિરના સભાખંડમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વર્ક પૂજન કર્યું હતું.
સંધ્યાસભામાં બાળદિન-સંસ્કારદિન ઉજવણી કરવામાં આવી હતી. બાળમંડળ દ્વારા 'તૂટ્યા છે મોભ ઘર ઘરના' એ સંવાદની સુંદર રજૂઆત થઈ. સંવાદ બાદ અગ્રણી હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજની તુલા કરી હતી.
આજે બાળદિન નિમિત્તે બાળકોએ 'અક્ષરપુરુષોત્તમ ઉપાસના' વિષયક ડિબેટની પૌરાણિક પાત્રો અને આધુનિક સાધનોના સમન્વયથી સુંદર અભિવ્યક્તિ કરી હતી. આ બાળકોએ સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય માટે ૮૬૮૬ દંડવત્‌, માળા અને પ્રદક્ષિણા કરી ગુરુભક્તિ અદા કરી હતી.
સ્તુતિદિનની ઉજવણી
તા. ૮-૨-૦૭ના રોજ રાજકોટ સત્સંગમંડળે સ્તુતિદિન ઊજવ્યો હતો. સ્વામીશ્રી રાજકોટ પધાર્યા ત્યારથી અહીંના મહિલામંડળે ભક્તિપૂર્વક વિશિષ્ટ સાધનાઓકરી હતી. જેમાં ૮૬ કલાકની અખંડ ધૂન, ૨૧,૫૦,૦૦૦ સ્વામિનારાયણ મહામંત્રનું લેખન, ૫૧,૦૦,૦૦૦ મંત્રજાપ, ૫૮૬ જનમંગલ પાઠ કરીને વિશેષ ભક્તિ કરી હતી.
આજે સ્વામીશ્રી રાજકોટથી મુંબઈ જવા માટે વિદાય લેવાના હતા.  સ્વામીશ્રીની વિદાયવેળાએ મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા. સ્થાનિક સંતોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને ભાવભીની વિદાય આપી હતી. સ્વામીશ્રી હવાઈ માર્ગે ૧૧-૪૫ વાગ્યે મુંબઈ પધાર્યા હતા.     

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |