Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વિશિષ્ટ સભા

તા. ૨-૭-૦૭ના રોજ પ્રાતઃપૂજામાં હ્યુસ્ટનના ઉપનગર સુગરલેન્ડના મેયર શ્રી વોલેસે 'કી ટૂ ધ સિટી' અર્પણ કરીને સ્વામીશ્રીના કાર્યમાં પોતાનો અપ્રતિમ વિશ્વાસ પ્રગટ કર્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું : 'પહેલાના જમાનામાં જ્યારે કિલ્લાઓ હતા, ત્યારે કિલ્લાના દરવાજાની ચાવી જે રાજાનો સૌથી નિકટનો માણસ હોય કે વિશ્વાસુ હોય એને જ આપવામાં આવતી. ત્યારથી 'કી ટૂ ધ સિટી' આપવાની પ્રથા ચાલુ છે. અમને પણ આપનામાં ખૂબ વિશ્વાસ છે અને એટલે જ અમારા નગરની ચાવી અમે વિશ્વાસના પ્રતીકરૂપ આપને અર્પણ કરીએ છીએ. અહીં બેઠેલા સર્વે હરિભક્તોએ અમારી કોમ્યુનિટીને ખૂબ મદદ કરી છે. ખાસ કરીને જ્યારે 'કેટરીના' અને 'રીટા' વાવાઝોડું આવ્યું ત્યારે જે મદદ કરી છે, એને કોઈ નહીં ભૂલી શકે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |